Get The App

બોટાદમાં બે પાડોશી વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
બોટાદમાં બે પાડોશી વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ 1 - image


બન્ને પક્ષે બે મહિલાને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા

પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં સમજાવવા જતા માથાકૂટ થઇ

ભાવનગર: બોટાદના અવળ રોડ આવેલ જયાનગરમાં બે પાડોશી વચ્ચે બોલા ચાલી થઈ જતાં વતા મારા મારી સુધી પહોંચી જતા બંને પાડોશીએ સામ સામી માર મારી કરતા બંને પક્ષે બે મહિલાને ઈજા થઈ હતી.

આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર બોટાદના અવળ રોડ જ્યાનગર ખાતે રહેતા ભાવનાબેન પ્રભાતભાઈ ઇટાલિયા પુત્ર વધુ જશોદાબેન તથા શીતલબેન ઘરે હાજર હતા. ત્યારે બાજુમાં રહેતા દક્ષાબેન અને તેના પતિ હરેશભાઈ બંને ઝઘડો કરતા હતા. અને ખૂબ જ ગંદી ગાળો બોલતા હોય જેથી સાસુ વહુ પાડોશી દંપતિને સમજાવવા માટે ગયા ત્યારે દક્ષાબેન તથા તેના સાસુ હીરાબેન તથા હરેશએ કહેવા લાગેલ કે ગાળો તો બોલાશે તમારે અમારી બાજુમાં રહેવું હોય તો રહેશો અમે તો ગાળો બોલીશું તેવું કહીને દક્ષાબેનનાં હાથમાં રહેલી લાકડી વડે ભાવનાબેનને જમણા હાથના પોચા ઉપર એક ઘા ઝીંકી દીધો હતો .અને હીરાબેન તથા હરેશ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને કહેવા લાગેલ કે જો હવે તમે અમને સમજાવવા માટે ફરીથી ઘરે અવશો તો તમને જાનથી મારી નાખીશું તેવું કહીને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા.દરમિયાનમાં  આજુબાજુના માણસો ભેગા થઈ જતા વધુ મારથી બચાવેલ અને દક્ષાબેન તથા તેના પતિ હરેશ તથા હીરાબેન ધમકી આપેલ કે જો હવે અમારા ઘરે પગ મૂક્યો તો આખા ઘરના સભ્યોને જાનથી મારી નાખીશુ તેવી ધમકી હતી.ભાવનાબેન ને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે ભાવના બેને બોટાદ પોલીસ મથકમાં દંપતિ સહિત ત્રણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ે બોટાદના અવળ રોડ જ્યાનગર ખાતે રહેતા દક્ષાબેન હરેશભાઈ તલસાણીયા અને પતિ હરેશભાઈ ઘરે હતા.તેવામાં પતિ મોડા ઘરે આવ્યા હોવાના કારણે પતિ પત્ની બંને વચ્ચે ઝઘડો થતો હતો.પતિ હરેશભાઈ જોર જોર થી ગાળો બોલતા હતા. અને દક્ષાબેન પતિને સમજાવતા હતા. ત્યારે બાજુમાં રહેતા ભાવનાબેન પ્રભાતભાઈ ઇટોલિયા તથા જશોદાબેન મનોજભાઈ ઇંટોલીયા તથા શીતલબેન ઘરે આવી પતિ પત્નીને ગાળો આપવા લાગ્યા હતા.  ભાવનાબેનએ દક્ષાબેન ને પેટના ભાગે પાટુ વડે મુંઢ ઇજાઓ કરી હતી.અને જશોદાબેન શીતલબેન કહેતા હતા કે તમે રોજ ગાળો બોલીને અમે હેરાન કરો છો આજે તો તમને જીવતા રહેવા દેવાના નથી તેમ કહીને પેટના ભાગે પાટુ મારવા લાગ્યા હતા. દેકારો થતાં  દિયર મુકેશભાઈ તથા સાસુ હિરાબેન આવી જતા સાસુ વહુએ જતાં જતા કહેતા ગયેલ કે જો હવે તમે ઝઘડો કરીને બધ્યા છો તો હવે જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને જતા  રહ્યા હતા.દરમિયાનમાં દક્ષા બંને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે દક્ષાબેન બોટાદ પોલીસ મથકમાં સાસુ વહુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News