Get The App

બોટાદ પંથકમાં સગીરાને ધાક ધમકી શખ્સે આપી દુષ્કર્મ આચર્યું

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
બોટાદ પંથકમાં સગીરાને ધાક ધમકી શખ્સે આપી દુષ્કર્મ આચર્યું 1 - image


- છેલ્લા એક મહિનાથી શખ્સ સગીરાના પરિચયમાં હતો

- મોબાઈલ નંબરની આપ-લે કર્યાં બાદ મળવા બોલાવી દુષ્કર્મ આચર્યું

ભાવનગર : બોટાદ પંથકની એક સગીરવયની યુવતીનો પીછો કરી નંબરની આપ-લે કર્યાં બાદ છેલ્લા એક મહિનાથી પરિચયમાં રહેલા યુવકે યુવતીને મળવા બોલાવી ધમકાવી દુષ્કર્મ આચર્યાં અંગેની પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ બોટાદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ પંથકની એક ૧૭ વર્ષ ૪ માસની સગીરવયની યુવતીનો જીજ્ઞોશ હરિભાઈ સાગઠીયા નામના યુવકે પીછો કરી મોબાઈલ નંબરની આપ-લે કર્યાં બાદ સગીરા સાથે છેલ્લા એક માસથી સંપર્કમાં હતો. કાપડના વ્યવસાય સાથે જોડાયેલા આ યુવકે યુવતીને મળવા બોલાવી હોટલમાં લઈ જઈ અને સગીરાની મરજી વિરૂદ્ધ ધાકધમકી આપી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાં અંગેની પોલીસ ફરિયાદ સગીરાના પિતાએ બોટાદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે જીજ્ઞોશ હરિભાઈ સાગઠીયા (ઉ.વ. આશરે ૨૩, રહે. બોટાદ) વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News