ભુજ જમીન કૌભાંડમાં તત્કાલિન RDC, મામલતદાર અને સર્કલ ઑફિસરની ધરપકડ, એક દિવસના રિમાન્ડ

કૌભાંડમાં સામેલ તે સમયના મામલતદાર રજનીકાંત જર્મનસિંગ વલ્લવી પણ અટકાયત કરવામાં આવી

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
ભુજ જમીન કૌભાંડમાં તત્કાલિન RDC, મામલતદાર અને સર્કલ ઑફિસરની ધરપકડ, એક દિવસના રિમાન્ડ 1 - image



કચ્છઃ (Bhuj land scam)ભુજના જમીન કૌભાંડમાં કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા અને બિલ્ડર સંજય શાહની ધરપકડ બાદ સીઆઈડી ક્રાઈમે ગુનામાં સંડોવાયેલા તે સમયના નિવાસી નાયબ કલેકટર, મામલતદાર, સર્કલ ઓફિસર અને સંજય શાહના પાર્ટનરની ધરપકડ કરી છે.(cid crime)તત્કાલીન નિવાસી નાયબ કલેકટર ફ્રાન્સીસ આશ્ચેદાસ સુવેરાનો પાલારા જેલમાંથી કબ્જો મેળવી અટકાયત કરી એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે.(three Arrested) કૌભાંડમાં સામેલ તે સમયના મામલતદાર રજનીકાંત વલ્લવીની પણ અટકાયત કરવામાં આવી છે.

સીઆઇડી ક્રાઇમે પૂર્વ કલેકટર અને બિલ્ડરની ધરપકડ કરી હતી

ભુજના નાયબ મામલતદારે સીઆઇડી ક્રાઇમ બોર્ડર જોન ભુજની કચેરીમાં પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા અને ભુજના બિલ્ડર સંજય શાહ સહિતનાઓ સામે ભુજની સરકારી ખરાબાની લાગુ જમીન પોતાના હોદ્દાની રૂએ સરકારને નૂકશાન પહોંચે તે રીતે શરતોનો ભંગ કરીને બીનખેતી માટેની મંજુરીનો હુકમ કરી સરકાર સાથે છેતરપીંડી કર્યા સબબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સીઆઇડી ક્રાઇમે પૂર્વ કલેકટર અને બિલ્ડરની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારબાદ આજે 13 ઓક્ટોબરે વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 


Google NewsGoogle News