જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં સુપ્રીમકોર્ટના હુકમને નેવે મૂકીને દબાણોનું સામ્રાજ્ય અકબંધ
જામનગર શહેરના દરબાર ગઢ થી માંડવી ટાવર સુધીના વિસ્તારમાં જાહેર રોડ પર આડેધડ રેંકડી અને પથારા વાળા ધંધાર્થીઓનું સામ્રાજ્ય જામી ગયું છે. સુપ્રીમકોર્ટના નો હોકિંગ ઝોન નો સ્પષ્ટ હુકમ હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દિવસેને દિવસે આ દબાણો વધતા જ જાય છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
જામનગર શહેરના દરબાર ગઢથી બર્ધન ચોક- માંડવી ટાવર સુધીના વિસ્તારમાં રેંકડી અને પથારા વાળા વેપારીઓ દ્વારા રોડ પર આડેધડ દબાણો કરવામાં આવી રહ્યા છે. સુપ્રીમકોર્ટ દ્વારા આવા દબાણો દૂર કરવાના આદેશ હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દિવસેને દિવસે આ દબાણો વધતા જ જાય છે.
આ વિસ્તારમાં રહેતા લોકો અને વાહનચાલકોએ જણાવ્યું હતું કે, આ દબાણોના કારણે રસ્તા સાંકડા બની ગયા છે અને વાહન વ્યવહારને અસર થઈ રહી છે. આ ઉપરાંત, આ દબાણોના કારણે સ્વચ્છતાની સમસ્યા પણ ઉભી થઈ છે. સ્થાનિક રહીશોએ અનેક વખત તંત્રને આ અંગે રજૂઆત કરી હોવા છતાં, કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને આ દબાણો દૂર કરે, અને ભવિષ્યમાં આવા દબાણો ન થાય તે માટે પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.