બાબરામાં દશેરાએ હનુમાનજીની ગદાના પ્રહારનો માર પડાપડી !
મુખ્ય બજારમાં લંકેશ અને રામ વચ્ચે ઘમાસાણ યુદ્ધ ખેલાશ રામાયણ આધારિત જુદા જુદા જીવંત પાત્રો ભજવવાની 136 વર્ષથી પરંપરા જળવાઈ રહી છે, ગદાનો મીઠો માર ખાવો એ પણ લ્હાવો ગણાય છે !
બાબરા, : બાબરામાં હજારોની મેદની વચ્ચે છેલ્લા 136 વર્ષથી દશેરાના દિવસે ભરી બજારમાં દશાસન લંકેશ અને ભગવાન રામચંદ્રજી વચ્ચે ઘમાસણ યુદ્ધ સાથે રાવણનો શિરચ્છેદ કરવાની પરંપરા ચાલી આવે છે. આ દિવસે રામાયણ આધારિત પાત્રો જીવંત સ્વરૂપે લોકોની વચ્ચે પેશ થાય છે. એ વખતે હનુમાનજીની ગદા પ્રહારનો મીઠો માર ખાવા લોકોમાં પડાપડી થઈ પડે છે. લોકો હસતા હસતા હનુમાનજી પાત્ર સમક્ષ આવીને ગદાનો માર મારવા વિનંતિ કરતા નજરે પડે છે. આ પરંપરા આ વખતે દશેરાના દિવસે પણ યોજાશે.
બાબરા મુખ્ય રામજી મંદિર ચોક ખાતે છેલ્લા 135 વર્ષ થી મહાકાળી ગરબી મંડળ આયોજિત નવરાત્રી અને આઠમ નોમ ની રાત્રે પાવાગઢ નો પતય રાજા અને મહાકાળી માતા ની ઉત્પતી ની ધાર્મિક ઉજવણી બાદ વિજય દશમી દશેરા દિવસે અસત્ય ઉપર સત્ય ના વિજય રૂપી અહી ની મુખ્ય બઝાર માં ભગવાન શ્રી રામચન્દ્રજી અને દ્શાનંત રાવણ વચ્ચે ધમાસાણ યુધ્ધમાં રાવણનો શિર છેદ કરી વિજયા દશમીની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે જે આ વર્ષે પણ થશે.
છેલ્લા 136 વર્ષ થી યોજાતા ધામક કાર્ય માં મહાકાળી ગરબી મંડળ ના વિવિધ સભ્યો ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને માતા જાનકી સહિત ભગવાન હનુમાનજી અને લંકાપતિ રાવણ તેમજ ઐરાવણ તથા તેમની સેના ના વિવિધ પાત્રો ની વેશભૂષા સાથે બાબરા ના મુખ્ય માર્ગો ઉપર કોલાહલ સાથે ફરવા નીકળશે. આવખતે ભગવાન હનુમાનજી ના પાત્રો ઉપસ્થિતો માં ભારે નાસ ભાગ વચ્ચે ગદા નો મીઠો માર પ્રસાદ રૂપે આપે છે. ગ્રામ્ય જનતા મિત્ર વર્તુળ સાથે કોલાહલ મચાવી અને રાવણ સેના ને ભગવાન શ્રી રામચંદ્રચંદ્ર સાથે લડવા માટે લલકારે છે અંતે બાબરા ના રામજી મંદિર ચોક માં ઉજવાતી ગરબી ચોક ખાતે શ્રી ધનુષ ધારી રામચંદ્રજી ના તીર વડે દ્શાનંદ નો વધ કરી જય શ્રી રામ ના ગગનભેદી જયઘોસ કરવામાં આવે છે.