અંજારમાં મિત્રએ ચારિત્ર્ય વિશે બદનામી કરી સગાઈ તોડાવી તો યુવતીએ એસિડ પી લીધું
યુવતી ઘરથી બહાર નીકળે એટલે તેના ચારિત્ર્ય પર ટિપ્પણી થતી હોઈ કંટાળી પગલું ભર્યું, સમયસર સારવાર મળતા બચી ગઈ
અંજારમાં રહેતી ૨૮ વષય યુવતીની ગત ૩૦મી એપ્રિલના રોજ સામખિયાળીના રવિ ચંપકલાલ ચનારાણા સાથે સગાઈ થઈ હતી. યુવતીની સગાઈ અંગેની વાત જાણીને અંજાર રહેતો તેનો મિત્ર હાદક માણેક ગુસ્સે ભરાયો હતો અને હાદક યુવતીને મળવા બોલાવીને રવિ સાથેની સગાઈ તોડી નાખવાની ધમકી આપી હતી. પરંતુ યુવતીએ સગાઈ તોડવા ઇન્કાર કરતાં હાદકે તેને થપ્પડો મારીને તારી સગાઈ તોડાવી નાખીશ, તને જીવવા નહીં દઉં કહી બરાબર ધમકાવી હતી. બાદમાં હાદકે યુવતીના મંગેતર રવિને ફોન અને મેસેજથી જાણ કરી હતી કે તેની સગાઈ જેનાથી થઈ છે તે યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ છે. જેથી રવિએ સગાઈ તોડી નાખી હતી. સગાઈ થઈ ત્યારથી રવિની ભાભી આરતીબેન પણ અવારનવાર યુવતી સાથે ફોન પર વાતો કરતી હતી. સગાઈ તૂટયાં બાદ આરતીએ યુવતીને ફોન કરીને તું ચરિત્રહિન છો અને અંજારમાં કોઈક હાદકને રાખીને બેઠી છો કહીને તેને બદનામ કરી હતી. સગાઈ તૂટયા બાદ યુવતીની સોસાયટીમાં રહેતા ચેતનભાઈ ઉર્ફે રામભાઈ ન્યાલચંદ હાલાણીએ સોસાયટીમાં યુવતીના ચારિર્ત્ય અંગે ખોટી અફવાઓ ફેલાવવાનું શરૂ કર્યું હતું અને યુવતી જ્યારે સોસાયટી બહાર નીકળે ત્યારે ખોટી ટીપ્પણીઓ કરતો હતો. યુવતીની સગાઈ માટે પરિવાર બીજું કોઈ સારું પાત્ર શોધતાં હોય ત્યારે હાદક અને રામભાઈ તેના ચારિત્રય અંગે હલકી વાતો ફેલાવતાં. સમાજમાં થતી પોતાની બદનામીથી કંટાળીને યુવતીએ દસ દિવસ અગાઉ એસીડ પી લીધું હતું. તે સમયે યુવતીનું મરણોન્મુખ નિવેદન લેવાતાં તેણે કહેલી વાતથી સમગ્ર બનાવ બહાર આવ્યો હતો. હાલ યુવતીની તબિયત સુધારા પર છે. પોલીસે ચેતનભાઈ ઊર્ફે રામભાઈ હાલાણી, હાદક માણેક, રવિ ચનારાણા અને તેની ભાભી આરતી વિરુધ્ધ ીના ચારિત્રયની બદનામી થાય તેવી હલકી વાતો કરીને ીની ગરિમાનો ભંગ કરી, અશ્લીલ ટીકા ટીપ્પણીઓ કરીને પ્રતાડિત કરવા સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે.