Get The App

પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત, ત્રણને ગંભીર ઈજા

સાંતલપુરના ચારણકા રોડ પર જંગલી પશુ આડે આવતા કાર પાણીના ખાડામાં ખાબકી

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત, ત્રણને ગંભીર ઈજા 1 - image


Santalpur Accident : રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે આજે ફરી એકવાર પાટણ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા થયો અકસ્માત

આ અકસ્માતની પ્રાથમિક વિગત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં પડતા ડૂબી જવાથી કારમાં સવાર એક જ પરિવારના 7 લોકોમાંથી ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પાટણના સાંતલપુર નજીક અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત, ત્રણને ગંભીર ઈજા 2 - image


Google NewsGoogle News