Get The App

અમરેલીમાં મોટા નફાની લાલચ આપી વૃધ્ધના રૂા. 6 લાખ ઓળવી લીધા

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
અમરેલીમાં મોટા નફાની લાલચ આપી વૃધ્ધના રૂા. 6 લાખ ઓળવી લીધા 1 - image


પરિચિતે મ્યુચ્યુઅલ ફંડમાં જમા કરવાના બદલે અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા : મ્યુચ્યલ ફંડમં નાણાં રોકીને રૂ. 3 લાખના દર મહિને રૂા. 45,000 તેમજ બીજા ત્રણ લાખના અઠવાડીએ 30,000 નફો અપાવાની વાત કરતા લાલચમાં વૃદ્ધે 6 લાખ ગૂમાવી દીધા

અમરેલી, : અહી  પાર્થ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે  લોકોને ઊંચા વળતરની લાલચ આપી મોટા રોકાણ કરાવવા લોકોને પોસ્ટર દ્વારા પ્રેરિત કરી નાણા ઓળવી જવાની ઘટના બની છે .અહીના એક વૃદ્ધ ને એક પરિચિતે  રૂા. 6 લાખ જેવી જંગી રકમનું રોકાણ કરાવી નફો આપવાની લાલચ આપી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો.આ અંગે અમરેલી સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે,અમરેલી શહેરમાં  પેમ્ફ્લેટ્સમાં  આવેલી રોકાણની જાહેરાત અન્વયે રોકાણ સામે માસિક ઉચ્ચા વળતરની લોભામણી જાહેરાત જોઈને અમરેલીમાં રહેતા 75વર્ષીય નિવૃત્ત વૃદ્ધ ધર્મેન્દ્રભાઈ જીવનભાઈ વાજાએ મીરા આર્કેડમાં આવેલ પાર્થ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ ખાતે રોકાણ કરવા માટે ગયા હતા.તે વખતે સ્કીમ ચલાવી રહેલ વિપુલભાઈ હરકિશનભાઇ ઉર્ફ હકાભાઈ ચાવડાના પિતા વૃદ્ધના મિત્ર નીકળતા વિશ્વાસ બેસી ગયો હતો.એ પછી વૃધ્ધે નાણાં નું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું.જેમાં વિપુલભાઈ નામના વ્યક્તિએ મ્યુચ્યલ ફંડમંા નાણાં રોકીને રૂ. 3 લાખના 45,000 મહિને નફો આપવાની વાત કરી હતી . તેમજ બીજા ત્રણ લાખના અઠવાડીએ 30,000 નફો અપાવાની વાત કરતા લાલચમાં આવીને વૃદ્ધે પોતાના મધ્યસ્થ સહકારી બેંકના એકાઉન્ટ નો ચેક લખી વિપુલભાઈ એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં સમય થઈ ગયો હોવા છતાં નફાની રકમ પરત ન કરતા તેની પાસે ઉઘરાણી કરતા ચેક આપી અને ત્યાર બાદ વાયદાઓ કરવામાં આવતા હતા.અને વૃદ્ધના નાણાં રોકાણ કરવાના બદલે પોતાના અંગત કામમાં ઉપયોગ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરવામાં આવી હતી જેને લઈને અમરેલી સિટી પોલીસ મથક ખાતે વિપુલભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


Google NewsGoogle News