Get The App

રોયલ મેળામાં મેળવેલી પરવાનગી ઉપરાંત ગેરકાયદે રીતે વધુ ચાર રાઇડ સંચાલકો ચલાવતા હતા: જે રાઇડની પરવાનગી લીધી ન હતી તેમાંજ દુર્ઘટના સર્જાઈ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
રોયલ મેળામાં મેળવેલી પરવાનગી ઉપરાંત ગેરકાયદે રીતે વધુ ચાર રાઇડ સંચાલકો ચલાવતા હતા: જે રાઇડની પરવાનગી લીધી ન હતી તેમાંજ દુર્ઘટના સર્જાઈ 1 - image


વડોદરામાં રોયલ મેળામાં દુર્ઘટનાનો મામલામાં આયોજક દ્વારા જે રાઈડની મંજૂરી લીધી હતી તે ઉપરાંત વધારાની ચાર રાઇડ્સ ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં જણાવી આવ્યું છે. અને જે રાઇડ ની પરવાનગી લીધી ન હતી તેમજ દરવાજો ખુલ્લી જતા દુર્ઘટના થઈ હતી.

મેળાના આયોજકોએ વધારાની રાઈડ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા  પોલીસ અને તંત્રએ જે મંજૂરી આપી હતી તેના કરતા વધુ રાઈડ્સ ચલાવી પોલીસ અને કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવા અંગે હવે તંત્ર એક્શનમાં આવી રોયલ મેળા ને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે અને હવે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળે છે. આયોજકોએ વધારાની રાઈડ ચલાવવાની પોલીસ પાસે મંજૂરી મેળવી નહતી.

રોયલ મેળાના સંચાલક નિલેશ તુરખીયા મેનેજર હેમરાજ મોરે અને ઓપરેટર યુનુસ મોહમ્મદ રાઉમાની અટકાયત કરવામાં આવી છે અને આ અંગે ત્રણ વિભાગ ના અધિકારીઓની ટીમ બનાવી તપાસની કાર્યવાહી શરૂ કરી છે જે અંગેનું રિપોર્ટ ટૂંક સમયમાં રજૂ કરવા ની સૂચના પણ આપવામાં આવી છે. 

દરમિયાનમાં ઈજા પામેલા બાળકના પિતા જયેશભાઈ ભાલીયા એ જણાવ્યું હતું કે અચાનક રાઈડમાં બેઠા બાદ તેની સ્પીડ વધી જતા અફરાતફરી સર્જાઇ હતી જેને કારણે આ દુર્ઘટના સર્જાય છે


Google NewsGoogle News