Get The App

વિદેશથી MBBS કરીને ગુજરાતમાં પ્રેક્ટિસ કરનારા ડૉક્ટર્સ માટે નવો નિયમ, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News

વિદેશથી MBBS કરીને ગુજરાતમાં પ્રેક્ટિસ કરનારા ડૉક્ટર્સ માટે નવો નિયમ, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી 1 - image
Credit: Meta AI Photo

New Rule For Allopathic Doctors : ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા એલોપેથિક ડોક્ટર્સ માટે એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. જેથી હવે વિદેશમાં MBBS પાસ કરીને ગુજરાત આવેલા ડોક્ટર્સે પોતે M.D. "PHYSICIAN” અથવા 'ડોક્ટર ઓફ મેડિસિન' નહીં દર્શાવી કે લખી શકે. તેમને ફરજિયાત MBBS જ લખવાનું રહેશે. જો નિયમનો ભંગ કરાશે તો તેનું લાઈસન્સ સસ્પેન્ડ કરવાની સુધીના એક્શન લેવાશે.

એલોપેથિક ડોકટર્સ માટે અગત્યની જાહેર નોટીસ

(1) MBBS પાસ થઈને આવેલા ડોક્ટર્સ માત્ર MBBS જ લખે

ભારત દેશ બહાર MBBS પાસ થઈને આવતા કેટલાક ડોકટર્સ (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસ (FMGs)) કે જે ભારત દેશની M.B.B.S. લાયકાતને સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા છતાં પોતે M.D. "PHYSICIAN" અથવા Doctor of Medicine લાયકાતધારક હોવાનું દર્શાવી/લખી જાહેર જનતાને ગેરમાર્ગે દોરતા હોય છે, તો આવા તમામ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMGs) એ તેઓના પ્રિસ્ક્રીપ્શન, વીઝીટીંગ કાર્ડ, લેટર પેડ, સાઈન બોર્ડ, રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે જેવી તમામ જગ્યાઓ પર ફક્ત M.B.B.S. જ લખવાનું રહેશે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : એપલ વોચના ECG ફીચરે એક વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો, હાર્ટબીટ રેગ્યુલર ન હોવાથી તરત ડોક્ટરનો સંપર્ક કરવા કહ્યું...

(2) GMCએ ઇસ્યુ કરેલો લાયસન્સ નંબર ફરજિયાત લખવાનો રહેશે

ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા તમામ એલોપેથિક ડોક્ટરોએ તેઓના પ્રિસ્ક્રીપ્શન, લેટર પેડ/ રબર સ્ટેમ્પ, ફીની પહોંચ, મેડિકલ સર્ટિફિકેટ વગેરે પર તેઓને ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ લાયસન્સ નંબર ફરજિયાતપણે દર્શાવવાનો રહેશે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

(3) એલોપેથિક ડોક્ટરોએ પ્રેક્ટિસ કરવા GMCમાં લાયસન્સ ફરજિયાત લેવું

તમામ એલોપેથિક ડોક્ટરોએ ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા સારું ગુજરાત મેડિકલ કાઉન્સિલમાંથી લાયસન્સ લેવું ફરજિયાત છે. અન્ય રાજ્યનું કે MCI/NMCનું રજીસ્ટ્રેશન/લાયસન્સ હોય છતાં ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ લેવું ફરજિયાત છે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

(4) સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોએ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

ગુજરાત મેડિકલ કાઉન્સિલના ધ્યાન પર આવેલ છે કે ગુજરાતમાં પ્રેક્ટિસ કરતા કેટલાક સ્પેશ્યાલિસ્ટ/ સુપર-સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો ગુજરાત મેડિકલ કાઉન્સિલનું ફક્ત MBBSનું જ રજીસ્ટ્રેશન/ લાયસન્સ ધરાવે છે પરંતુ તેમની પોસ્ટ ગ્રેજ્યુએટ MD/ MS જેવી સ્પેશ્યાલીટી કે MCH/ DM જેવી સુપર સ્પેશ્યલિટી ડિગ્રીનું રજીસ્ટ્રેશન/ લાયસન્સ લીધેલ નથી, તો આવા ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને તેઓની MCI/ NMC દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ સ્પેશ્યાલીટી કે સુપર સ્પેશ્યાલીટી ડિગ્રીનું લાયસન્સ/ રજીસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવવું આવશ્યક હોઈ સત્વરે કરાવી લેવા જણાવવામાં આવે છે અન્યથા તેમના વિરૂદ્ધ નેશનલ મેડિકલ કમિશન/ ગુજરાત મેડિકલ કાઉન્સિલના નીતિ-નિયમો મુજબ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : આરોગ્ય અધિકારીને હની ટ્રેપમાં ફસાવનારી મહિલા ઝડપાઈ, આશા વર્કરની નોકરી મેળવવા ડોક્ટરને ફસાવ્યા

વિદેશથી MBBS કરીને ગુજરાતમાં પ્રેક્ટિસ કરનારા ડૉક્ટર્સ માટે નવો નિયમ, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી 2 - image

વિદેશથી MBBS કરીને ગુજરાતમાં પ્રેક્ટિસ કરનારા ડૉક્ટર્સ માટે નવો નિયમ, ભંગ કરનાર સામે થશે કાર્યવાહી 3 - image


Google NewsGoogle News