Get The App

ગુજરાતના ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો કરાયો, કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્ત્વનો નિર્ણય

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
ગુજરાતના ડૉક્ટરોના માનદ વેતનમાં વધારો કરાયો, કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્ત્વનો નિર્ણય 1 - image


GMERS Medical Collage Doctor Wages increase : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. જેમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વિઝીટ દીઠ રૂ. 200 થી રૂ. 600 સુધીનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ 2018માં માનદ વેતનના દર નક્કી કરવામાં આવ્યા હતા.

વીઝીટીંગ ડોક્ટરોના માનદ વેતન દરમાં વધારો કરાયો

તેમણે સુધારેલા દર અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરનો આશરે 50 કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર અત્યારે રૂ. 700 છે, જેને હવે વધારીને રૂ. 1,000 કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, 51 થી 100 કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર રૂ. 800 થી વધારીને રૂ. 1,250 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 100 કિ.મી.થી વધારે અંતર માટે માનદ વેતનનો દર જે અત્યારે રૂ. 900 છે, તેને વધારીને રૂ. 1,500 કરવામાં આવ્યો છે.

વીઝીટીંગ તજજ્ઞો / સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોના માનદ વેતનમાં વધારો

  • અગાઉ આ તબીબોને પ્રતિ કલાક અંતરના આધારે રૂ. 700થી રૂ.900 આપવામાં આવતા હતા. જેમાં વધારો કરીને પીડિયાટ્રીશીયન અને જનરલ ફિઝિશીયનને પ્રતિ દિન રૂ. 3,000 (રોજના લધુત્તમ 3 કલાકની સેવા ફરજીયાત)
  • આના સિવાયના તમામ તજજ્ઞ ડૉક્ટર્સને પ્રતિ દિન રૂ. 2,000/-( રોજના લધુત્તમ 3 કલાકની સેવા ફરજીયાત) માનદવેતન ચૂકવવામાં આવશે.
  • ઉપરોક્ત મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે રૂ. 300થી 2,000 નું ઇન્સેન્ટીવ પણ મળવાપાત્ર રહેશે.
  • રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ/GMERS સંચાલીત મેડિલ કૉલેજ સંલ્ગન હોસ્પિટ ખાતે પ્રતિ ત્રણ કલાકના રૂ. 2700/- આપવામાં આવતા હતા. જેમાં વધારો કરીને હવે રોજના રૂ. 8500/- ત્રણ કલાક(લધુત્તમ ફરજિયાત) માનદવેતન આપવામાં આવશે.
  • નોન સર્જીકલ સુપર સ્પેશ્યાલીટીવાળા સ્પેશ્યાલીસ્ટ દિવસના રૂ. 8500/- મુજબ(પ્રતિ દિન ઓછામાં ઓછા ત્રણ કલાક ) માટે અને મહિનામાં જેટલા દિવસ આવા તબીબો સેવા આપી શકે તેટલા દિવસ તઓ સેવા આપી શકશે.

ડૉક્ટરો ગમે તેટલા દિવસ સેવા આપી શકશે

આ તજજ્ઞ ડૉક્ટરો કોઈપણ મર્યાદા વગર મહિનામાં જેટલા દિવસ સેવા આપવી હોય તેટલા દિવસ સેવા આપી શકશે. ડૉક્ટરોએ આપેલી સેવાઓના આધારે જ તેમને મહેનતાણું ચૂકવવામાં આવશે. સાથે જ, તજજ્ઞ ડૉક્ટરો પાસેથી સી.એમ સેતુ યોજના હેઠળ લેવામાં આવતી સેવાઓ બદલ ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ તેમને કોઈપણ લાભ મળવાપાત્ર રહેશે નહીં. તજજ્ઞ ડૉક્ટરોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઇન્સેન્ટિવ વિતરણના ક્રાઇટેરિયા મુજબ વિતરણ માટે ભાગે આવતી રકમ પાછી રોગી કલ્યાણ સમિતિમાં જમા રાખવાની રહેશે. 


Google NewsGoogle News