નાળિયેર-શ્રીફળમાં મોંઘવારીની અસરઃ ચાર માસથી પ્રતિ નંગ ભાવ રૂા. 35 એ પહોંચ્યા
- આગામી માસથી નવા માલની આવક વધતાં શરૂ થવાથી ભાવમાં ઘટાડાની શક્યતા
- માંગની સામે ઉત્પાદન નીચું રહેતાં બિમાર દર્દીઓ તથા કોપરા, નાળિયેર અને શ્રીફળ આધારિત ખાણી પીણીના એકમોને અસર
દેશમાં કેરળ તેમજ આંધ્ર પ્રદેશની સાથોસાથ ગુજરાતમાં પોરબંદર તથા ભાવનગર જિલ્લાના મહુવામાં લીલા નાળિયેરનું મબલખ ઉત્પાદન થાય છે. તેમાંય મહુવામાં ઉત્પાદિત થતાં નાળિયેરની ગુણવત્તાને લઈ તેની ભાવનગર ઉપરાંત આંતર જિલ્લા અને આંતર રાજય માંગ વધુ હોય છે. જો કે, આ વર્ષે મહુવા સહિતના સ્થળોએ નાળિયેરના પાકનું ધાર્યા કરતા ઉત્પાદન ઘટી જતા પાછલા ચારેક મહિનાથી લીલા નાળિયેર અને સુકા નાળિયેર (શ્રીફળ)ના ભાવમાં તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે. આ વર્ષે સર્વત્ર નીચા ઉત્પાદન સામે માંગ વધતાં રાજયના પોરબંદર,માંગરોળથી લઈને મહુવા પટ્ટીના વિસ્તારોમાં પાકતા નાળિયેર અને શ્રીફળના ભાવમાં છેલ્લાં ચાર માસથી એકાએક વધારો નોંધાયો હોવાનું ખેડૂતોએ વિગતો આપતાં જણાવ્યું હતું.
ખેડૂતોના જણાવ્યાનુંસાર, હાલ ભાવનગર સહિત સૌરાષ્ટ્રના છુટક બજારમાં સુકા નાળિયેર આજની તારીખે પણ નંગદીઠ રૂા.૨૫ થી લઈને રૂા.૩૫માં વેચાઈ રહ્યા છે. જેના કારણે વિવિધ બિમારીના દર્દીઓ દર્દીઓ અને ખાસ કરીને કારણે કોપરા, નાળિયેર અને શ્રીફળ આધારિત ખાણી પીણીના એકમોને પણ આ ભાવવધારો ડંખી રહ્યો છે.હજુ આગામી એક માસ એટલે કે, ફેબુ્રઆરી સુધી આ ભાવમાં ઘટાડો થવાની ખેડૂતોએ શક્યતા ે નકારી હતી.અને જેમ-જેમ સ્થાનિક કક્ષાએ થતાં ઉત્પાદનની સાથોસાથ તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાંથી નવા પાકના આગમનની સાથે ભાવમાં ઘટાડો આવે તેમ ખેડૂતોએ મત વ્યક્ત કર્યો હતો.
આ તકે, મહુવા પંથકના ખેડૂતોના જણાવ્યાનુંસાર, મહુવા સહિત સૌરાષ્ટ્રમાં તેનું છેલ્લા કટીંગની કામગીરી શરૂ છે. હવે નવા માલ આવતા સોદા વધી જશે. મહુવા માર્કેટીંગ યાર્ડમાં ગત સોમવારે ૫૭૫૦ નંગ નાળિયેરનું વેચાણ થયુ હતુ. અને તેના ઉંચા ભાવ પ્રતિ ૧૦૦ નંગ રૂા.૨૧૦૨ બોલાયા હતા. જયારે ગત મંગળવારે ૧૨,૨૫૦ નંગ નાળિયેરનું વેચાણ થયુ હતુ. અને તેના ઉંચા પ્રતિ ૧૦૦ નંગ રૂા.૨૧૦૭ નો ભાવ બોલાયો હતો.
મહુવામાં નાળિયેરનુ બમ્પર ઉત્પાદન
સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવામાં આ વર્ષે નાળિયેરનું બમ્પર ઉત્પાદન થયુ છે.આથી મહુવા માર્કેટીંગ યાર્ડમાં નાળિયેરની ધૂમ આવક થતા હરરાજી થાય છે અને ઉંચો ભાવ મળે છે. બાદ મહુવામાંથી દરરોજ ૭૦થી ૮૦ ટ્રક નાળિયેરની નિકાસ થાય છે આથી મહુવા ગુજરાત રાજયનું એકમાત્ર નાળિયેરીનું અક્સપોર્ટ યાર્ડ ગણાય છે.