Get The App

Weather Update: આજે અમદાવાદ કોરું ધાકોર, રાજ્યમાં આગામી 3 દિવસમાં ક્યાં પડશે વરસાદ

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
Rain forecast IMD weather update


Gujarat Rain: ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ધોધમાર તો ક્યાક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે હજુ પણ અનેક જિલ્લાઓમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. ત્યારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવમાન વિભાગ (IMD)ના જણાવ્યાનુસાર આગામી ત્રણ દિવસ અનેક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે. જેમાં આજે (19 જૂન)માં સુરત, નવસારી, ડાંગ, દાહોદ, મહીસાગર સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા સહિતના જિલ્લાઓના કેટલાક સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.  આ સિવાય તારીખ 21 અને 22 જૂનની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ તેમજ તાપીમાં ક્યાક હળવાથી મધ્યમ તેમજ છુટોછવાયો વરસાદ વરસી શકે છે.

સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ વરસ્યો

આજે દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરી હતી. સુરત જિલ્લા અને શહેરમાં વહેલી સવારે વરસાદી માહોલ છવાયો હતો અને બારડોલી સ્ટેશન રોડ, ગાંધીરોડ, શાસ્ત્રી રોડ તેમજ બાબેન અને ધામરોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત આસપાસના પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરત ઉપરાંત નવસારી જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. તો વલસાડ તેમજ અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. જેના પગલે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.

અમદાવાદમાં આજે (19 જૂન, 2024) અને આગામી દિવસો માટે હવામાનનો વિગતવાર અહેવાલ:

સવાર:

તાપમાન: 28°C

વાતાવરણ: ધુળવાળું, વાદળછાયું

પવન: દક્ષિણ દિશામાંથી 15 કિમી/કલાકની ઝડપે

બપોર:

તાપમાન: 34°C

વાતાવરણ: ધુળવાળું, વાદળછાયું

પવન: દક્ષિણ દિશામાંથી 20 કિમી/કલાકની ઝડપે

સાંજ:

તાપમાન: 32°C

વાતાવરણ: ધુળવાળું, વાદળછાયું

પવન: દક્ષિણ દિશામાંથી 18 કિમી/કલાકની ઝડપે

રાત્રે:

તાપમાન: 29°C

વાતાવરણ: ધુળવાળું, વાદળછાયું

પવન: દક્ષિણ દિશામાંથી 15 કિમી/કલાકની ઝડપે

કેટલાક વિસ્તારોમાં:

સૌરાષ્ટ્ર અને કચ્છ: આ વિસ્તારોમાં ગરમી વધુ અનુભવાશે, મહત્તમ તાપમાન 40°C (104°F) સુધી પહોંચી શકે છે.

દક્ષિણ ગુજરાત: આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની શક્યતા થોડી વધુ રહેશે.

ઉત્તર ગુજરાત: આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તાપમાન 35°C (95°F) આસપાસ રહેશે.

આગામી દિવસો:

20 જૂન: મોટાભાગે વાદળછાયું, મહત્તમ તાપમાન 38°C અને લઘુત્તમ તાપમાન 28°C. વરસાદની શક્યતા ઓછી છે.

21 જૂન: ભાગ્યે જ વાદળછાયું, મહત્તમ તાપમાન 39°C અને લઘુત્તમ તાપમાન 27°C. વરસાદની શક્યતા ઓછી છે.

22 જૂન: સૂર્યપ્રકાશવાળો, મહત્તમ તાપમાન 40°C અને લઘુત્તમ તાપમાન 28°C. વરસાદની શક્યતા ઓછી છે.

નોંધ:આ હવામાનનો અંદાજ છે અને તેમાં થોડો ફેરફાર થઈ શકે છે.

Weather Update: આજે અમદાવાદ કોરું ધાકોર, રાજ્યમાં આગામી 3 દિવસમાં ક્યાં પડશે વરસાદ 2 - image


Google NewsGoogle News