ગુજરાત પર મેઘરાજાનું સંકટ ! આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ગુજરાત પર મેઘરાજાનું સંકટ ! આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી 1 - image


Gujarat Rain Update: રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે ફરી એકવાર ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ બેટીંગ શરુ કરી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે હાલમા પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં પ્રેશર સર્જાયેલું છે. જે આજે મધ્ય અને તેની પાસે ઉત્તર બંગાળની ખાડી પર સ્થિત છે. અને હવે ધીરે ધીરે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે 7થી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાત, મહારાષ્ટ્ર અને પૂર્વ રાજસ્થાનમાં આ ત્રણ દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના મહીસાગર અને દાહોદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ થવાની સંભાવના રહેલી છે. આવતી કાલે એટલે કે (સાતમી સપ્ટેમ્બર) ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તેમજ દાહોદ અને મહિસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે. તો ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર,

આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયાથી ભારે વરસાદની સંભાવના છે.

આઠમી સપ્ટેમ્બર ઉત્તર ગુજરાત અરવલી અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં  આવ્યું છે. તો અહીં સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ અને દમણ, દાદરામાં નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવમી સપ્ટેમ્બરે ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 



Google NewsGoogle News