કાળઝાળ ગરમીથી મળશે રાહત, આગામી ત્રણ દિવસ રાજ્યના ચાર જિલ્લામાં વંટોળની શક્યતા
Gujarat Weather Forecast : હાલ ગુજરાતના લોકો કાળઝાળ ગરમીના કારણે તોબા કારી ઉઠ્યા છે, હિટ સ્ટ્રોકના પણ ગણા કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે હાલ ગુજરાતમાં વરસાદની કોઈપણ સ્થિતિ જોવા મળી રહી નથી, પરંતુ હવામાન વિભાગે ગરમીમાં રાહત મળવાની સાથે ભેજનું પ્રમાણ 40 થી 50 ટકા સુધી રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસના વાતાવરણની આગાહી કરાઈ છે. જે મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યના ચાર જિલ્લાઓમાં ધુળની ધમરીઓ સાથે આંધી વંટોળની સંભાવના છે, જેમાં કચ્છ, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની ડમરી ઉડશે.
અસહ્ય ગરમીથી થશે રાહત પણ વધશે બફારો-ઉકળાટ
આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સુકૂં રહેવાની સાથે ગરમીમાં રાહત મળશે, પરંતુ ભેજનું પ્રમાણ વધવાના કારણે બફારો અને ઉકળાટની પણ સ્થિતિ સર્જાશે. આઈએમડીએ કહ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ તરફના પવન ફૂંકાવાના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે.
વાતાવરણમાં ભેજને કારણે ઉકળાટ વધ્યો
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ગરમીમાં આંશિક રાહતથઈ છે. જોકે બીજીતરફ ભેજનું પ્રમાણ વધતા લોકો બારે બફારા અને ઉકળાટનો સામનો કરી રહ્યા છે. આગામી દિવસો દરમિયાન ભેજનું પ્રમાણ યથાવત્ રહેશે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ દરમિયાન આંધી અને વંટોળની સ્થિતિ સર્જાશે.
આગામી ત્રણ દિવસ આંધી વંટોળની સંભાવના
આઈએમડી દ્વારા આગામી ત્રણ દિવસને લઈને મહત્વની આગાહી કરાઈ છે, જેમાં જણાવાયું છે કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ આંધી વંટોળની સંભાવના છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર વિસ્તારોમાં આંધી-વંટોળની સ્થિતિ સર્જાઈ શકે છે. આ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 25થી 30 કિલમીટરની રહેશે.
અમદાવાદમાં સૌથી વધું 44.1 ડિગ્રી ગરમી
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે મંગળવારે ગુજરાતમાં સૌથી વધારે તાપમાન અમદાવાદમાં 44.1 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું તાપમાન દમણમાં 25.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડીસામાં મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગર 43.4, વલ્લભ વિદ્યાનગર 42.3, વડોદરા 40.6, સુરત 34.1, વલસાડ 35.4, દમણ 25.4, ભુજ 39.4, નલિયા 35.2, કંડલા પોર્ટ 36.5, કંડલા એરપોર્ટ 41.7, અમરેલી 40.8, ભાવનગર 43.6, દ્વારકા 32.8, ઓખા 34.3, પોરબંદર 35.5, રાજકોટ 43.0, વેરાવળ 34.8, દીવ 34.8, સુરેન્દ્રનગર 42.0, મહુવા 36.8, કેશોદ 36.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
31 મેએ કેરળમાં એન્ટ્રી કરશે ચોમાસુ
આ પહેલા હવામાન વિભાગે ચોમાસા અંગે આગાહી કરી હતી કે, કેરળમાં 31 મેએ ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને આવે છે, પરંતુ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળમાં પહોંચશે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે.
આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે
ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ 27 મેએ જણાવ્યું હતું કે, ‘આ ચોમાસાની સિઝનમાં દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે, જે દેશને ગરમીથી ઘણી રાહત આપશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો વરસાદ 4% ની મોડલ ત્રુટિ સાથે લાંબા ગાળાની સરેરાશના 106% થવાની સંભાવના છે. આમ, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે."’
ચોમાસુ નિકોબાર પહોંચ્યું, 31 મેએ કેરળ પહોંચશે, જાણો ગુજરાત સહિતના રાજ્યોમાં ક્યારે કરશે પધરામણી
દેશમાં આ વર્ષે લા નીનાની અસરને કારણે ચોમાસું સારું રહેશેઃ હવામાન વિભાગની આગાહી