Get The App

સુરત શિક્ષણ સમિતિની અનેક શાળા ફરતે ગેરકાયદે દબાણ, અસમાજિક તત્વોનો પણ ત્રાસ

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
સુરત શિક્ષણ સમિતિની અનેક શાળા ફરતે ગેરકાયદે દબાણ, અસમાજિક તત્વોનો પણ ત્રાસ 1 - image


- લ્યો બોલો જાહેર રસ્તા તો ઠીક પણ પાલિકાની શાળા ફરતે પણ ગેરકાયદે દબાણ

- શિક્ષણ સમિતિની આસપાસ 100 મીટર વિસ્તારમાં ગેરકાયદે દબાણ છે તે બાળકોના અભ્યાસ માટે જોખમી હોવાથી તાત્કાલિક દુર કરવા માગણી

સુરત, તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર 

સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ રુટ પરથી દબાણ દુર કરવાની કામગીરી થઈ રહી છે  તે દબાણ દુર થતાં ટ્રાફિક માટે મોટી રાહત થઈ રહી છે. તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ફરતે ગેરકાયદે દબાણ હોવાની વ્યાપક ફરિયાદ બહાર આવી છે.  શિક્ષણ સમિતિની શાળાની આસપાસ 100 મીટર વિસ્તારમાં ગેરકાયદે દબાણ છે તે બાળકોના અભ્યાસ માટે જોખમી હોવાથી તાત્કાલિક દુર કરવા માગણી કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ રુટ પર દબાણ દુર કરવાની કામગીરી કડકાઈથી કરવામા ંઆવી રહી છે. જોકેહજી પણ ટ્રાફિક માટે અનેક ન્યુસન્સરુપ દબાણના રુટ પર થી દબાણ દુર કરવામાં આવી રહ્યાં નથી.  તો બીજી તરફ કેટલાક દબૂાણ કરનારા લોકો પાલિકાની કામગીરીનો વિરોધ કરી રહ્યાં છે. જોકે, પાલિકાની ટીમ દબાણ દુર કરી રહી છે તેના કારણે ટ્રાફિક સમસ્યા ઘણી જ હળવી થઈ રહી છે.  પાલિાકની દબાણ દુર કરવાની કામગીરી શાક માર્કેટ ઉપરાંત પાલિકાની સ્કુલની ફરતે પણ કરવામા આવે તેવી ડિમાન્ડ થઈ રહી છે.

સુરત શિક્ષણ સમિતિની અનેક શાળા ફરતે ગેરકાયદે દબાણ, અસમાજિક તત્વોનો પણ ત્રાસ 2 - image

સુરત શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ ભીખડીયાએ સુરતના મેયરને પત્ર લખીને શિક્ષણ સમિતિની સ્કુલની આસપાસ થતા દબાણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. શિક્ષણ સમિતિની અનેક સ્કુલની આસપાસના 100મીટરના વિસ્તારમાં અનેક દબાણ છે આ ન્યુસન્સના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે.  આ ઉપરાંત કટેલીક સ્કુલમાં માથાભારે વાલીઓ શિક્ષકો સાથે અસભ્ય વર્તન કરે છે  તેની સામે પણ અનેક ફરિયાદ થઈ રહી છે. સમિતિની અનેક શાળાની આસપાસ લારી ગલ્લાનું દબાણ છે અને  કેટલીક જગ્યાએ ઈંડા- ચીકનનું પણ વેચાણ થઈ રહ્યું છે.  આવા દબાણ વિદ્યાર્થીઓ માટે જોખમી બની રહ્યાં છે. આ દબાણ તાત્કાલિક દુર થાય તે માટેની કામગીરી કરવા માટેની માગણી છે.  સુરતના ઝીરો દબાણ રુટની જેમ શિક્ષણ સમિતિની સ્કુલની આસપાસના દબાણ દુર કવા માટેની માગણી થઈ છે પરંતુ આ દબાણ કાયમ માટે દુર થશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.


Google NewsGoogle News