Get The App

મુળીના ખંપાળીયા ગામમાંથી કાર્બોસેલના 1 કૂવા પરથી ગેરકાયદે ખનન ઝડપાયું

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
મુળીના ખંપાળીયા ગામમાંથી કાર્બોસેલના 1 કૂવા પરથી ગેરકાયદે ખનન ઝડપાયું 1 - image


ખાનગી માલિકીની જમીનમાં ચાલતાં ગેરકાયદે ખનન પર પ્રાંત અધિકારીનો દરોડો

સ્થળ પરથી ગેરકાયદે ખનન થયેલો 200 મેટ્રીક ટન કોલસો, 7-ચરખી, ટ્રેકટર, બકેટ, કંમ્પ્રેસર સહિત કુલ રૂા.30 લાખનો મુદ્દામાલ કબજે કરાયા

સુરેન્દ્રનગર: મુળીના ખંપાળીયા ગામની સીમમાં ખાનગી માલિકીની જમીન ચાલતા ગેરકાયદે ખનન પર ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે દરોડો પાડી કાર્બોસેલના ૧૧ કૂવા પરથી ગેરકાયદે ખનન ઝડપી પાડયું હતું. તંત્રની ટીમે સ્થળ પરથી ગેરકાયદે ખનન થયેલો ૨૦૦ મેટ્રીક ટન કોલસો, ૭-ચરખી, ટ્રેકટર, બકેટ, કંમ્પ્રેસર સહિત કુલ રૂા.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખંપાળીયા ગામની સીમમાં થોડા દિવસો પહેલા ચોટીલા પ્રાંત અધિકારી સહિત મામલતદારની ટીમે દરોડો કરી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું હતું અને ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી હાથધરી હતી. 

જે અંતર્ગત અગાઉના દરોડામાં બાકી રહી ગયેલા ખાનગી માલીકીની જમીનમાં ખાતેદારો ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા હોવાની ફરિયાદોના આધારે રેઈડ કરી હતી. 

જેમાં ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ૧૧ કુવામાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન થતું ઝડપાયું હતું. 

તંત્રની ટીમે સ્થળ પરથી અંદાજે ૨૦૦ મેટ્રીક ટન કોલસો, ૭-ચરખી, ૧૪-બકેટ, ૧-ટ્રેકટર, ૧-કંમ્પ્રેસર મળી કુલ રૂા.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જમીન ખાલસા કરવા તેમજ ગેરકાયદેસર કરેલ ખનન અને વેચાણ વસુલાતની કાર્યવાહી હાથધરી હતી જ્યારે ચોટીલા પ્રાંત અધિકારીની રેઈડથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે મુળી તાલુકામાં વર્ષોેથી ભૂમાફિયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર કાર્બોેસેલનું ખનન થઈ રહ્યુ હોવા છતા સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કે ચેકિંગ કરવામાં ન આવતા ભુમાફીયાઓ સાથે પોલીસનું પણ માસીક મોટી રકમના હપ્તા લઈ ભૂમાફિયાઓને છાવરતા હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે.  જયારે બીજી બાજુ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે કાર્યવાહી ન કરતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

કોની જમીનમાંથી કેટલા કૂવા ઝડપાયા

જમીન માલિક

કૂવાની સંખ્યા

ખોડાભાઈ લીંબાભાઈ રબારી

૦૨

આલાભાઈ લીંબાભાઈ રબારી

૦૨

પ્રભુભાઈ ઘુઘાભાઈ કોળી

૦૨

હરજીભાઈ રંગપરા

૦૧

ખીમાભાઈ મેરૃભાઈ રબારી

૦૨

ગોવિંદભાઈ લખાભાઈ

૦૨

કુલ

૧૧

Tags :