Get The App

નર્મદા નદીમાં રાત્રે ગેરકાયદે ખનન અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરતના કામરેજ તેમજ અમરોલીમાં રહેતી ત્રણ વ્યક્તિની લીઝોની માપણી કરાઇ ઃ મોટો દંડ કરાશે

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
નર્મદા નદીમાં રાત્રે ગેરકાયદે ખનન અઢી કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો 1 - image

વડોદરા, તા.11 ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં મહી તેમજ નર્મદા નદીમાં ચાલતા ગેરકાયદે ખનન પર દરોડા પાડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ગઇરાત્રે કરજણ તાલુકાના નારેશ્વર પાસેના ફતેપુર નજીકથી પસાર થતી નર્મદા નદીની લીઝો પર દરોડા પાડીને અઢી કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે સાંજે છ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી નદીમાં માઇનિંગ પર પ્રતિબંધ હોવા છતાં અનેક લીઝધારકો દ્વારા રાત્રે પણ બેફામ રેતીખનન ચાલતું હોય છે. આ ખનન અટકાવવા માટે ગઇરાત્રે ખાણ ખનીજની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. નારેશ્વર નજીક ફતેપુર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં રાત્રે પણ મોટાપાયે ખનન થાય છે તેવી માહિતીના આધારે દરોડો પાડતાં રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઇ હતી.

ત્રણ લીઝો પર રાત્રિના સમયે ચાલતું ખનન અટકાવીને પાંચ એસ્કેવેટર મશીન, પાંચ રેતી ભરેલા તેમજ બે ખાલી ડમ્પરો મળી કુલ સાત ડમ્પરો સહિત રૃા.૨.૫૦ કરોડનો મુદ્દામાલ સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો. ખાણખનીજની ટીમ દ્વારા રાત્રે જ લીઝની  માપણી પણ કરવામાં આવી હતી. ફતેપુરમાં ત્રણે લીઝો સુરતના કામરેજમાં રહેતા યતિન હર્ષદ પ્રજાપતિ તેમજ સુરતના અમરોલીમાં રહેતા મઘુબેન ગેમાભાઇ ઓડ અને ગેમાભાઇ છીતુભાઇ ઓડના નામે હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ગેરકાયદે રેતીના ખનન બાદ હવે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




Google NewsGoogle News