Get The App

મહી નદીમાં મોટાપાયે થતું ગેરકાયદે રેતી ખનન ઃ ૨.૬૦ કરોડનો જથ્થો સીઝ

૨ મશિન, ૨ લોડર, ૮ ડમ્પરો, ૯ ટ્રેક્ટરો જપ્ત કરાયા ઃ અંજેસર અને જાલમપુરના શખ્સો દ્વારા રેતીખનન

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
મહી નદીમાં મોટાપાયે થતું ગેરકાયદે રેતી ખનન ઃ ૨.૬૦ કરોડનો જથ્થો સીઝ 1 - image

સાવલી તા.૯ સાવલી તાલુકાના પરથમપુરા ગ્રામ પંચાયતના તાબામાં આવતા ખાંડી જાલમપુરા વિસ્તારમાંથી પસાર થતી મહી નદીમાં  મોટાપાયે ચાલતા ગેરકાયદે રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડતા રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. જો કે તંત્ર દ્વારા  ડમ્પરો, ટ્રેક્ટરો, લોડર સહિત આશરે રૃા.૨.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી  હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીમાં ગેરકાયદે રેતી ઉલેચવા માટે રેતી માફિયાઓને મોકળું મેદાન મળી જતું હોય તેમ બિન્ધાસ્ત રેતીનું ખનન કરી રહ્યા છે. પરથમપુરા ગામ પાસે ખાંડી જાલમપુરામાં ફાળવવામાં આવેલી લીઝની બહાર ગેરકાયદે રેતીનું ખનન ચાલે છે તેવી ફરિયાદ છેક ગાંધીનગર સુધી ગઇ હતી.

દરમિયાન ફ્લાઇંગ સ્ક્વોડ તેમજ વડોદરા ખાણ ખનિજની ટીમે આજે સવારથી જ દરોડા પાડતા રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. સ્થળ પરથી ૨ મશિન, ૨ લોડર, ૮ ડમ્પર અને ૯ ટ્રેક્ટરો મળી કુલ રૃા.૨.૬૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે મહી નદીમાં ગેરકાયદે રેતીનું ખનન કરનારા બે શખ્સો અંકિત પટેલ (રહે.અંજેસર, તા.સાવલી) અને અર્જુનસિંહ પઢિયાર (રહે.જાલમપુરા, તા.સાવલી)ના નામો ખૂલ્યા છે. 




Google NewsGoogle News