વડોદરામાં કિશનવાડીથી ઠેકરનાથ સ્મશાન સુધીના ગેરકાયદે દબાણો હટાવ્યા : ત્રણ ટ્રક ભરી માલ જપ્ત
Vadodara Demolition : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં કિશનવાડીથી ઠેકરનાથ સ્મશાન સુધીના ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ આજે પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેરની આગેવાનીમાં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ ટ્રક ભરીને માલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
વડોદરા શહેરમાં તાજેતરમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. તેમાં ખાસ કરીને ગેરકાયદે થતા દબાણો અને સામાન્ય અકસ્માતોના મુખ્ય કારણો જણાઈ આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખી આજે ઠેકરનાંથ સ્મશાનથી કિશનવાડી ચાર રસ્તા સુધીના મુખ્ય રસ્તા પર ભંગારવાળા અને કેટલાક ફર્નિચર વાળાઓએ ગેરકાયદે શેડ બાંધીને કે પછી સામાનનો જથ્થો મુખ્ય રસ્તાને નડતરરૂપ હોય તે રીતે મૂકી દઈ દબાણો કર્યા હતા તેને હટાવવાની કામગીરી આજે પૂર્વ ઝોન અને દબાણ શાખાની સંયુક્ત ટીમે શરૂ કર્યું હતું. તે સમયે કેટલીક જગ્યાએ રકજકના દ્રશ્યો પણ સર્જાયા હતા. તેમ છતાં કોર્પોરેશન દ્વારા ત્રણ ટ્રક ભરીને માલજક કરી વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી.