VIDEO: આણંદના સોજીત્રામાં ગેરકાયદે દબાણ હટાવાયા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ કામગીરી
Demolition In Anand : આણંદ જિલ્લાના સોજીત્રા શહેરમાં આજે સોમવારે ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. શહેરના કુંડવાળી ભાગોળ, પાલિકા કચેરી, લિમડી ચોક સહિતના વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર જેસીબી ફેરવી દેવાયું હતું. દબાણ કરી ઉભી કરાયેલી અને નડતરરૂપ એવી બેથી ત્રણ દુકાનો તોડી પાડવામાં આવી હતી. તો અંદાજે 30થી વધુ દુકાનો અને મકાનોના ગેરકાયદે ઓટલા, છજા અને છાપરા પણ તોડી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: VIDEO: ચોટીલામાં 100 ઘોડેસવાર જાનૈયાઓ સાથે નીકાળી જાન
આણંદના સોજીત્રામાં વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સમગ્ર કામગીરીમાં સોજીત્રા નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ પરમાર, સોજીત્રાના મામલતદાર, વહીવટદાર જી.જી કાપડીયા, પાલિકાની ટીમ અને 25 જેટલા પોલીસકર્મીઓનો કાફલો જોડાયો હતો.