Get The App

સુરતના ગોડાદરામાં ભાડાના મકાનમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
સુરતના ગોડાદરામાં ભાડાના મકાનમાં ધમધમતું કુટણખાનું ઝડપાયું 1 - image


                                                                 Image Source: Freepik

ગોડાદરા પોલીસે સંચાલક, બે ગ્રાહકને ઝડપી પાડી રોકડ, ત્રણ મોબાઈલ ફોન અને 24 કોન્ડોમ કબજે કરી ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી 

સંચાલક ઘરમાં બે કેબીન બનાવી ગ્રાહકો પાસે રૂ.1000 લઈ શરીરસુખ માણવાની સગવડ કરી આપતા હતા 

સુરત, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર 

સુરતના ગોડાદરા આસાપાસ ત્રણ રસ્તા પાસે મહાવીરનગરમાં ભાડાના મકાનમાં ધમધમતા કુટણખાના ઉપર ગોડાદરા પોલીસે રેઈડ કરી ચાલક, બે ગ્રાહકને ઝડપી પાડી રોકડ, ત્રણ મોબાઈલ ફોન અને 24 કોન્ડોમ કબજે કરી ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોડાદરા પોલીસે મળેલી બાતમીના આધારે ગત બપોરે આસાપાસ ત્રણ રસ્તા પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે મહાવીરનગર પ્લોટ નં.14 શનિદેવ ઓઇલ મીલની ઉપર પહેલા માળે રૂમમાં રેઈડ કરી હતી.

પોલીસને ત્યાં કાઉન્ટર પરથી સંચાલક અરવિંદ ઉર્ફે ઠક્કર શંકરલાલ ઠક્કર ( ઉ.વ.54, રહે.પ્લોટ નં.1,  ભવાની કોમ્પ્લેક્ષ, કાળાપુર, પુણાગામ, સુરત. મૂળ રહે.ધનમોડા, તા.ચાણસમા, જી.પાટણ ) અને ત્યાં બાજુમાં બનાવેલી બે કેબીનમાંથી બે લલના અને બે ગ્રાહક કઢંગી હાલતમાં મળ્યા હતા.પોલીસે કેબીનની બાજુમાં એક રૂમમાં તપાસ કરતા ત્યાંથી પણ એક લલના મળી હતી.

પોલીસે સંચાલકની સાથે બે ગ્રાહક વકીલ અજય દિલીપભાઇ કાકડિયા ( ઉ.વ.24, રહે.ફલેટ નં.308, નંદપાર્ક સોસાયટી, અંકુર ચોક પાસે, અશ્વનીકુમાર રોડ, વરાછા, સુરત ) અને નોકરીયાત મહેશ બાલેશ્વર શર્મા ( ઉ.વ.38, રહે.પ્લોટ નં.3, એસ.કે નગર, ગણેશ પાનની પાછળ, ગોડાદરા, સુરત ) ની ધરપકડ કરી ત્રણ લલનાને મુક્ત કરાવી રોકડા રૂ.2360, રૂ.30 હજારની મત્તાના ત્રણ મોબાઈલ ફોન અને 24 કોન્ડોમ કબજે કરી આ અંગે ગોડાદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.સંચાલક અરવિંદ ઠક્કર ગ્રાહકો પાસે રૂ.1000 લઈ શરીરસુખ માણવાની સગવડ કરી આપતા હતા.


Google NewsGoogle News