Get The App

ગુજરાતના 12 જિલ્લામાં એક જ દિવસમાં 10 વર્ષનો રેકોર્ડ વરસાદ, IITના રિસર્ચમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
Gujarat Rain


IIT Report on Gujarat Rain: ગુજરાતમાં 20 થી 29 ઓગસ્ટ દરમિયાન બારેય મેઘ ખાંગા થઈને વરસ્યા હતા. આ પૈકી 33 માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે સરેરાશ 10 વર્ષમાં આવું એક જ વાર બનતું હોય છે. આ ઉપરાંત મોરબીમાં 50 વર્ષ, દ્વારકામાં 100 વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ આ સમયગાળામાં નોંધાયો હતો તેમ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ગાંધીનગર દ્વારા કરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે.

20 થી 29 ઓગસ્ટ સુધીના વરસાદને આધારે કરાયેલો અભ્યાસ

ગત 20 થી 29 ઓગસ્ટ દરમિયાન કેટલો વધારે વરસાદ પડ્યો તેના અંગે આઈઆઈટી ગાંધીનગર ખાતે મશીન ઈન્ટેલિજન્સ એન્ડ રીસાયલન્સ લેબોરેટરી અભ્યાસ હાથ ધરાયો હતો. જેના અનુસાર 17 જિલ્લામાં બે દિવસમાં કુલ એટલો વરસાદ પડ્યો જેટલો છેલ્લા 10 વર્ષમાં પણ નહોતો. આ પૈકી જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં 50 વર્ષમાં પણ ના પડ્યો હોય તેવો વરસાદ બે દિવસના સમયગાળામાં પડ્યો હતો. 

આ પણ વાંચો: PM મોદીના જન્મદિવસે જ ગુજરાતમાં 'હલ્લાબોલ' ની તૈયારી, લાખો સરકારી કર્મચારી કરશે હડતાળ

આ જ રીતે 15 જિલ્લામાં 3 દિવસમાં પડેલો વરસાદ છેલ્લા 10 વર્ષ કરતાં વધુ છે. બીજી તરફ જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં 3 દિવસના આ સમયગાળામાં 50 વર્ષમાં પણ ના પડ્યો હોય તેટલો વરસાદ નોંધાયો હતો.

આડેધડ શહેરીકરણથી પૂરનું સંકટ વધ્યું

આઇઆઇટી ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર-એમઆઈઆર લેબના મુખ્ય સંશોધક ઉદિત ભાટીયાએ જણાવ્યું કે, 'પૂરનું સંભવિત જોખમ ધરાવતા વિસ્તારમાં અણઘડ શહેરી વિકાસ, રસ્તાની ઊંચાઈમાં ફેરફાર કરવો, બેફામ શહેરીરરણ માટે ડ્રેનેજ લાઈન સાથે ચેડાં કરવા જેવી બાબતને કારણે પૂરનું સંકટ વધ્યું હોઈ શકે છે. પૂરની સ્થિતિમાં ડ્રેનેજ સિસ્ટમ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.'

આ પણ વાંચો: BJP વાળા અહીં આવશો તો ટાંટિયા તોડી નાંખીશ તેમ કહી મહિલા MLA માટે અભદ્ર ઇશારા કરનારની ધરપકડ

વડોદરાની વાત કરવામાં આવે તો ત્યાં આ સમયગાળામાં જેવી સમસ્યા સૌથી વધુ સર્જાઈ હતી. ત્યાં 3 દિવસમાં જેટલો વરસાદ પડ્યો તેટલો 10 વર્ષથી ઓછા સમયગાળામાં ભાગ્યે જ પડતો હોય છે. સંભવિત પૂરની સ્થિતિનો સામનો કરવા શહેરોએ ડ્રેનેજ સિસ્ટમ સુધારવાથી માંડીને આડેધડ શહેરીકરણ રોકવા જેવા વિવિધ પગલા લેવા પડશે.

ગુજરાતના 12 જિલ્લામાં એક જ દિવસમાં 10 વર્ષનો રેકોર્ડ વરસાદ, IITના રિસર્ચમાં ચોંકાવનારો ઘટસ્ફોટ 2 - image


Google NewsGoogle News