Get The App

ઇફકોના ખાતરમાં ભાવમાં રૃા.250 નો વધારો રાજ્યના ખેડૂતો પર રૃા.350 કરોડનો બોજો

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
ઇફકોના ખાતરમાં ભાવમાં રૃા.250 નો વધારો રાજ્યના ખેડૂતો  પર રૃા.350 કરોડનો બોજો 1 - image



- દ.ગુજરાતના ખેડૂતોને રૃા.20 કરોડ વધુ ખર્ચવા પડશે : એનપીકે ખાતરની 50 કિલોની ગુણના રૃા.1470 ને બદલે રૃા.1720 ચૂકવવા પડશે

- દક્ષિણ ગુજરાતમાં એનપીકે ખાતરનો વર્ષે 50 હજાર ટનનો વપરાશ થાય છે

                સુરત

જગતના તાત ખેડુતોના ખેતીપાક માટે જીવાદોરી સમાન એનપીકે ખાતરની ૫૦ કિલોની એક ગુણ પર ઇફકો દ્વારા સીધો રૃા.૨૫૦ નો વધારો ઝીંકી દેતા દક્ષિણ ગુજરાતમાં ખેતી પકવતા ખેડુતોના માથે વર્ષે દહાડે રૃા.૨૦ કરોડથી વધુ તથા રાજયના ખેડુતોના માથે રૃા.૩૫૦ કરોડથી વધુનો બોજો પડશે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ડાંગર અને શેરડીનો પાક લેવામાં આવે છે. આ પાક માટે એનપીકે ખાતર દરેક ખેતી પાકના ઉત્પાદન માટે સૌથી મહત્વનું ખાતર છે. આજે આ એનપીકે ખાતરનું ઉત્પાદન કરતી ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ (ઇફકો) દ્વારા એનપીકેના ભાવમાં વધારો જાહેર કરાયો છે. અત્યાર સુધી ખેડુતોને એનપીકેની  ૫૦ કિલોની એક ગુણ રૃા.૧૪૭૦ માં મળતી હતી. જેમાં રૃા.૨૫૦નો વધારો કરાતા હવે આ ગુણ ખેડુતને રૃા.૧૭૨૦ માં પડશે.

ભાવ વધારા મુદ્દે દક્ષિણ ગુજરાત ખેડુત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું કેસુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વર્ષ દરમ્યાન અંદાજે એનપીકે ખાતરનો ૫૦ હજાર ટન જેટલો વપરાશ થાય છે. આ જોતા દક્ષિણ ગુજરાતના ખેડુતોના માથે વર્ષે ૨૦ કરોડ વધુ ખર્ચવા પડશે. અને ખેત ઉત્પાદન પણ મોંઘુ પડશે. આથી એનપીકેની ગુણ પર રૃા.૭૪૦ ની સબસીડી આપવામાં આવે છે તેમાં વધારો કરવો જોઇએ.

અન્ય ખેડુત અગ્રણીએ જણાવ્યું કે, ખાતર પર ભાવવધારાથી ખેડુતો માટે ખેતીના ખર્ચમાં વધારો થશે. મોંધવારીમાં હજી વધારો થશે. ખેડુતોને દેવા અને તકલીફમાં ધકેલશે અને ફુગાવાને વધુ વેગ આપશે. જેથી ખાતરના ભાવમાં કરવામાં આવેલો વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવો જરુરી છે.

સરકારે અન્ય ખાતરની જેમ જ એનપીકે પર પણ વધુ સબસીડી આપવી જોઇએ

કેન્દ્વ સરકાર દ્વારા અલગ અલગ ખાતર પણ અલગ અલગ સબસીડી આપવામાં આવે છે. જેમાં ૫૦ કિલોની એક યુરીયાની ગુણ પર રૃા.૧૮૯૦, ડીએપીની એક ગુણ પર રૃા.૧૦૫૦ અને એનપીકેની એક ગુણ પર રૃા.૭૪૦  સબસીડી આપવામાં આવે છે. આમ જે ખાતરનો સૌથી વધુ ઉપયોગ થાય છે તે એનપીકે ખાતર પર સૌથી ઓછી સબસીડી આપવામાં આવતી હોવાથી ખેડુતો નારાજ છે. આ ખાતર પર પણ સબસીડી વધારવી જોઇએની ખેડુતો માંગ કરી રહ્યા છે.

ખાતરના હાલના ભાવ-સબસીડી

ખાતર      સરકાર સબસીડી         ખેડુતને

યુરીયા     રૃ.૨૨૩૬  રૃ.૧૯૬૯       ૨૬૭

ડીએપી     રૃ.૨૪૪૫  રૃ.૧૦૯૫       ૧૩૫૦

એનપીકે    રૃ.૨૨૩૯  રૃ.૭૪૦         ૧૪૭૦


શા માટે ખેડુતો આ એનપીકે ખાતરનો વધુ ઉપયોગ કરે છે ?

ખેતીપાક માટે જરૃરી એવા ખાતરોમાં ખેડુતો સૌથી વધુ એનપીકેનો જ ઉપયોગ કરે છે. કેમકે ખેતીપાકના ઉત્પાદન માટે જરૃરી એવા તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આ બધુ જ આ એક ખાતરમાં આવી જાય છે. 


Google NewsGoogle News