વેકેશનમાં દમણ ફરવા જતાં હોવ તો ત્રણ દિવસ ખમી જજો! દરિયા કિનારે આવેલા બે પથ રહેશે બંધ
Namo And Ram Setu Paths Closed, Daman : દિવાળી વેકેશન દરમિયાન લોકો વિવિધ પ્રવાસન સ્થળે જવાનું પસંદ કરે છે, તેવામાં જો તમે વેકેશનમાં દમણ ફરવા જવાના હોવ તો ત્રણ દિવસ ખમી જજો! દમણમાં તંત્ર દ્વારા વેકેશનના સમયગાળામાં સમારકામ સહિતની કામગીરી હાથ ધરવામાં આવતા નમો પથ અને રામસેતુ પથ ત્રણ દિવસ માટે બંધ રહેશે.
ત્રણ દિવસ રહેશે બંધ નમો અને રામસેતુ પથ
દમણ દરિયા કિનારે આવેલા નમો અને રામસેતુ પથ બંધ કરી દેવામાં આવ્યાં છે. જેમાં બંને પથ પર સાફસફાઈ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી આજે શનિવારથી સોમવાર (11 નવેમ્બર) સુધી બંને પથ પર પર્યટકો અને વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વેકેશન સમયગાળામાં બંને પથ બંધ કરાતાં પર્યટકોમાં નિરાશા
ગુજરાતમાં ફરવા લાયક સ્થાળમાના એક દમણમાં વેકેશનના સમયગાળામાં સમારકામ સહિતની કામગીરી હાથ ધરવામાં આવતા પર્યટકોમાં નિરાશા જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે, આવનાર સમયમાં વીવીઆઇપી મુવમેન્ટ અહીંયા થવાની હોવાથી આ કાર્ય હાથ ધરવામાં આવ્યું. જો કે સ્થાનિકોએ કહ્યું કે, હાલ દિવાળીના વેકેશનમાં ધંધાના સમય પર જ આ કામગીરીથી રોજગારી પર અસર પડી રહી છે.