કાનમાં વધુ ખંજવાળ આવતી હોય તો ચેતી જજો, ફંગસ હોઈ શકે, રોજના 30 વધુ કેસથી ડૉક્ટર ચિંતિત

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
ear pain


The main symptoms are ringing in the ears, pain and deafness: ચોમાસાને પગલે મચ્છરજન્ય કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મચ્છરજન્ય રોગની સાથે કાનમાં ફંગસના કેસમાં પણ વધારો થયો છે. કાનમાં વધારે પડતી ખંજવાળ આવતી હોય તો ચેતી જવાની જરૂર છે, કેમ કે તે ફંગસ પણ હોઈ શકે છે એમ ડોક્ટરોએ જણાવ્યું છે.

કાનમાં ફંગસના કારણે વિવિધ લક્ષણો જોવા મળે છે 

અમદાવાદમાં વરસાદની ઋતુમાં વાતાવરણમાં 60 થી 70 ટકા ભેજ હોય છે. જેની અસર આપણી દરેક ઇન્દ્રિય ઉપર થાય છે. કાન પણ 5 ઇન્દ્રિયોમાંની એક ઈન્દ્રિય છે. મનુષ્યના કાનની બનાવટમાં રસી જેવું તરલ પદાર્થ હોય છે. ત્યાં ભેજ યુક્ત વાતાવરણની અસરને કારણે ફૂગ થઈ જાય છે. તેથી લોકોને કાનમાં દુખાવાની તકલીફ રહેતી હોય છે. આ સાથે જ કેટલીક વખત કાનમાં સણકા મારવા અને દુખાવો તેમજ બહેરાશ આવવા જેવા લક્ષણો જણાઈ આવે છે. 

કાનમાં ફંગસની ઓપીડીના રોજના 30થી વધુ કેસ

ચોમાસાની ઋતુમાં આ સામાન્ય બાબત છે. કારણ કે ભેજના કારણે ત્યાં ફૂગ જામી જતી હોય છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કાનની ઓપીડીમાં જેટલી માત્રામાં દર્દીઓ આવતા હોય છે. તેના કરતાં 10% દદીઓ ચોમાસાની ઋતુમાં વધી જતા હોય છે. તેમાં કાનના દુખાવાના દર્દીઓમાં ચોમાસાના મહિનાઓમાં વધુ ઘસારો રહેતો હોય છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ ફંગસની ઓપીડીના રોજના 30થી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચો: મુંબઈમાં ફ્લેટમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ, 800 કરોડનો મુદ્દામાલ જપ્ત, બે ભાઈની ધરપકડ

ભેજ યુક્ત વાતાવરણની અસરને કારણે કાનમાં ફૂગ થઈ જાય છે

કાનમાં ભેજ યુક્ત વાતાવરણની અસરને કારણે ફૂગ થઈ જાય છે. તેથી લોકોને કાનમાં દુખાવાની તકલીફ રહેતી હોય છે. કેટલીક વખત કાનમાં સણકા મારવા અને દુખાવો તેમજ બહેરાશ આવવા જેવા લક્ષણો જણાય આવે છે. ચોમાસાની ઋતુમાં આ સામાન્ય બાબત છે. કારણ કે ભેજના કારણે ત્યાં ફૂગ જામી જતી હોય છે.

જાતે જ ઘરગથ્થુ ઈલાજ કરવાથી લાંબા ગાળે બહેરાશ પણ આવી શકે છે 

દર્દીઓ કાનમાં દુખાવાની તકલીફ સાથે હોસ્પિટલ આવતા હોય છે, પરંતુ કેટલીક વખત ફંગસ જમા થવાને કારણે દર્દીઓ જાતે જ ઈયર બર્ડ્સ અથવા તો અન્ય કોઈ વસ્તુથી કાન સાફ કરે છે. જેને કારણે તેમને સામાન્ય રાહત મળે છે, પરંતુ સતત જો આ પ્રકારે જ સ્થિતિ રહેતી હોય અને દર્દી વારંવાર પોતાની જાતે જ ઘરગથ્થુ ઈલાજ કરી લેતા હોય છે અને 15 થી 20 દિવસ બાદ પણ દુખાવો રહેતો હોય છતાં તબીબીનો સંપર્ક કરતા નથી. 

આ પણ વાંચો: ચોપડવા હાઇવે પર બન્યો ગંભીર બનાવ, છતાં બીજા દિવસે પણ ફરિયાદ ન નોંધાઈ

તેને કારણે કાનનો પડદો ક્ષતિગ્રસ્ત થવાની પણ સમસ્યા રહેતી હોય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં દરરોજ પાણી વડે કાનની સફાઈ કરવી જોઈએ નહીં. ફક્ત એક કોટનના કપડાથી કાનની આસપાસની જગ્યાને સાફ કરવી જોઈએ. ઇયર બર્ડ્સથી કાનની અંદરની અને બહારની સપાટી હળવા હાથે સાફ કરવી જોઈએ. ખૂબ પ્રેશરથી કાન સાફના કરવો જોઈએ તેના કારણે લાંબા ગાળે બહેરાશ પણ આવી શકે છે.

કાનમાં વધુ ખંજવાળ આવતી હોય તો ચેતી જજો, ફંગસ હોઈ શકે, રોજના 30 વધુ કેસથી ડૉક્ટર ચિંતિત 2 - image


Google NewsGoogle News