કૉલેજીયનો હવે ઇન્ટરનલ પરીક્ષામાં પાસ ન થાય તો બીજા સત્રમાં પ્રવેશ મળશે નહી

નવી શિક્ષણ નીતિમાં કૉલેજ બંક ભારે પડશે

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
કૉલેજીયનો હવે ઇન્ટરનલ પરીક્ષામાં પાસ ન થાય તો બીજા સત્રમાં પ્રવેશ મળશે નહી 1 - image



- કૉલેજોએ એક મહિનામાં ફરી પરીક્ષા લેવી પડશે : વીર નર્મદ યુનિ.ની એકેડમીક કાઉન્સીલની બેઠકમાં નિર્ણય

        સુરત

નવી શિક્ષણ નીતિ અંર્તગર્ત નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હવે ફરજિયાત ઇન્ટરનલની પરીક્ષામાં પાસ થવુ પડશે તો જ બીજા સત્રમાં પ્રવેશ આપવામાં આવશે.કોલેજોએ પણ ઇન્ટરનલ પરીક્ષાના પરિણામ આવ્યા પછી એક મહિનાની અંદર પરીક્ષા લેવાનો ઠરાવ આજની એકેડમીક કાઉન્સીલની બેઠકમાં કરવામાં આવ્યો હતો.

નર્મદ યુનિવર્સિટી ખાતે આજે મળેલી એકેડમીક કાઉન્સીલની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ વિશે ચર્ચા થઇ હતી. અને એવો નિર્ણય ેલેવાયો હતો કે અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ ઇન્ટરનલની પરીક્ષામાં નાપાસ થતા ના હતા. તે વિદ્યાર્થીઓને ગ્રેસીંગ આપીને બીજા સત્રમાં પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ હવે નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓએ ઇન્ટરનલ પરીક્ષા ફરજિયાત પાસ કરવાની રહેશે. તો જ બીજા સત્રમાં પ્રવેશ મળશે. જે વિદ્યાર્થીઓ ઇન્ટરનલની પરીક્ષામાં નાપાસ થશે તે વિદ્યાર્થીઓએ માટે કોલેજોએ પરિણામ પછી એક મહિનાની અંદર પરીક્ષા લેવાની રહેશે. વધુમાં જે વિદ્યાર્થીઓ ઇન્ટરનલ પરીક્ષા પાસ ના કરશે તે વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવવામાં આવશે. આમ હવે નર્મદ યુનિવર્સિટીની ઇન્ટરનલ પરીક્ષામાં ફરજિયાત પાસ થવુ પડશે તો જ બીજા સત્રમાં પ્રવેશ મળશે. આ નિર્ણયના કારણે કોલેજમાંથી બંક મારનારા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી આવશે. 


Google NewsGoogle News