Get The App

બોર્ડની પરીક્ષાની સીડીમાં લાલીયાવાડી જણાશે સંચાલક ફરજમોકુફ કરાશે

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News

- સ્થળ સંચાલક ખાનગી સ્કુલનો હશે તો 10 હજારનો દંડ અને પરીક્ષા કેન્દ્ર કાયમ માટે બંધ કરી દેવાશે

                સુરત

બોર્ડની પરીક્ષાના પહેલા સીસીટીવી કેમેરા ગોઠવવાથી લઇને પરીક્ષાના ત્રણ કલાક દરમ્યાન જે સીડી તૈયાર કરવામાં આવે છે. તેમાં જો લાલીયાવાડી દાખવવવામાં આવશે તો સરકારી કે ગ્રાન્ટેડ કોલેજના સ્થળ સંચાલક હશે તો તત્કાળ ફરજ મૌકૂફી અને સ્વનિર્ભરના હશે તો સ્કુલને ૧૦ હજારનો દંડ અને પરીક્ષા કેન્દ્વ કાયમી ધોરણે બંધ કરી દેવાનો બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે કડકાઇપૂર્વક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે. જેમાં મુખ્યત્વે ગેરરીતિ અટકાવવા માટે જે સીસીટીવી મુકાયા છે. તેને લઇને બોર્ડે કડડ કાર્યવાહી કરશે. ભૂતકાળમાં જે પરીક્ષા પૂર્ણ થયા બાદ જે સીડી ચેક કરવા માટે શિક્ષકોને આપવામાં આવતી હતી. તેમાં અનેક ફરિયાદો મળતી હતી. આ ફરિયાદોમાં  કેટલીક સીડીઓમાં કેમેરાના એંગલ બરાબર ના હોય, એક જ સ્ક્રીનમાં એક કરતા વધારે વર્ગો દેખાતા હોય, વર્ગખંડ સંર્પુણ દેખાતો ના હોય, સીડી બ્લેન્ક હોય કે પછી સીડી પરીક્ષાના જે ત્રણ કલાકની હોવી જોઇએ તે હોતી નથી. આ ફરિયાદો પરથી એ સ્પષ્ટ થતુ હતુ કે સ્થળ સંચાલકો દ્વારા કઇક છુપાવવામાં આવે છે. આથી આ વખતે આવી બેદરકારી દાખવવામાં આવશે તો બોર્ડ દ્વારા ખાસ સજાની જોગવાઇઓ કરાઇ છે.

આ સજામાં સ્થળ સંચાલકને મહેનતાણુ ચૂકવવામાં આવશે નહીં. લેખિત નોટીસ આપી ખુલાસો પુછવામાં આવશે. જો સ્થળ સંચાલક સરકારી કે ગ્રાન્ટેડ કોલેજના આચાર્ય કે સિ.શિક્ષક હોય તો તાત્કાલિક ફરજ મોકૂફી આપીને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જો સ્વનિર્ભર સ્કુલના સંચાલક હોય તો કાયમી ધોરણે પરીક્ષા કેન્દ્ર બંધ કરીને સ્કુલને દસ હજાર રૃપિયાનો દંડ ફટકારવામાં આવશે.


Google NewsGoogle News