સિવિલની ૬૦૦ બેડની હોસ્પિટલમાંથી આઇસીસીયુ હવે જુની જગ્યાએ ફેરવાશે
'નવી
બોટલમાં જુનો દારૃ' જેવો
ઘાટઃકેથલેબ બનાવવાની હોવાથી
બેડની કેસેપીટી ઘટશેઃગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઇસીયુ આવવાથી ઇમરજન્સીમાંથી દર્દીને લઇ જતા સમય ઘટશે
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કેથલેબ બનાવીને હૃદયરોગના
દર્દીઓને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે જે માટે યુ એન મહેતા
ઇન્સ્ટીટયુટ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.ત્યારે થોડા દિવસ પહેલા
આરોગ્યના ઉચ્ચ અધિકારીએ રાઉન્ડ લઇને વહેલી તકે કેથલેબ શરૃ કરવા આદેશો છોડયા છે
જેને લઇને કામગીરી તેજ કરી દેવામાં આવી છે. વીઆઇપી રૃમ્સ બદલવામાં આવ્યા બાદ હવે
આઇસીસીયુ પણ જુની જગ્યાએ પરત લાવવામાં આવ્યું છે પરંતુ અહીં નવી બોટલમાં જુનો દારૃ
હોય તે રીતે જુની જગ્યામાં નવી ફેસેલીટી સાથે નવું આઇસીસીયુ ઉભુ કરી દેવામાં
આવ્યું છ.ે બેથી ત્રણ દિવસમાં અહીં દર્દીઓને પણ સીફ્ટ કરી દેવામાં આવશે.
જો કે, ત્રીજા માળના આઇસીસીયુ કરતા અહીં બેડની કેસેસીટી ઘટશે પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેવાને કારણે ઇમરજન્સીમાં કે બહારથી આવતા અન્ય આઇસીસીયુના દર્દીઓને સરળતાથી અને ઝડપી સારવાર મળી રહેશે જેના કારણે દર્દીઓને ફાયદો થશે. એટલુ જ નહીં, આગામી દિવસોમાં કેથલેબ બનવાને કારણે અહીં હૃદયના દર્દીઓને ત્યાં જ સારવાર આપવામાં આવશે જેથી આઇસીસીયુમાં અન્ય દર્દીઓને સારવાર આપવામાં સરળતા રહેશે તેમ તબીબોએ હાલ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.