Get The App

તારી છોકરીને કોઇના મારફતે ઉઠાવીને પ્રેગ્નન્ટ કરાવી દઇશ

રેપની ફરિયાદ કરનાર મહિલાને આરોપીની માતાની ધમકી

Updated: Feb 16th, 2025

GS TEAM


Google News
Google News
તારી છોકરીને કોઇના મારફતે ઉઠાવીને પ્રેગ્નન્ટ કરાવી દઇશ 1 - image

 વડોદરા,રેપની ફરિયાદ કરનાર મહિલાને આરોપીની માતાએ ધમકી આપતા કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાંબુવા વિસ્તારમાં રહેતી મહિલાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૯ મી જાન્યુઆરીએ ભરત ઉર્ફે યોગેશ મહેન્દ્રભાઇ ઉર્ફે જુગાભાઇ સોલંકી (રહે. નૂર્મ આવાસ યોજનાના મકાનમાં, જાંબુવા)  સામે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં છેડતી,  પોક્સો  અને રેપની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ભરત સોલંકીની ધરપકડ કરી હતી. જે હાલમાં જેલમાં છે. ગત તા. ૧૧ મી એ સવારે ૮ વાગ્યે સાંજે નોકરી પરથી છૂટીને ચાલતી જતી હતી. તે સમયે ભરત સોલંકીની માતા મને મળી હતી. તેણે મને ધમકી આપી હતી કે, તે મારા છોકારને જેલમાં પુરાવ્યો છે. તારી છોકરીને કોઇના મારફતે ઉઠાવીને પ્રેગ્નન્ટ કરાવી દઇશ. બનાવ અંગે કપુરાઇ  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :