હું તને જોઈ લઉં છું..!! વડોદરાની કંપનીમાં મહિલા કર્મીની છેડતી કર ધમકી આપ્યાની ફરિયાદ
Vadodara Molestation Case : વડોદરા નજીક આવેલા કારવણ વિસ્તારમાં આવેલી પોલીપ્લાસ્ટ કંપનીના કોન્ફરન્સ રૂમમાં નજીવી બાબતે તકરાર થતા ઉશ્કેરાયેલા સાથી કર્મીએ મહિલાકર્મી સાથે બિભસ્ત વર્તન કરીને ગાળો ભાંડી તું બહાર મળ તને બતાવું છું. તું અહીંયા કેવી રીતે નોકરી કરે છે જોઈ લઈશ. જીવતી નહિ છોડું. અન્ય કર્મીને એટ્રોસિટીના કેસમાં ફસાયો છે હું પણ તને ફસાવી દઈશ તેવી ધમકી આપતા મહિલાએ ડભોઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બાર દિવસ અગાઉના બનાવમાં મહિલાએ કંપની હીતને ધ્યાનમાં રાખી ફરીયાદ નોંધાવી ન હતી.
ઉલ્લેખનીય છે કે ડભોઇ નજીક કારવણ-પોર રોડ પર પોલીપ્લાસ્ટ કંપનીમાં ભરત નગીન પરમાર (રહે. કારવણ) નોકરી કરે છે. દિવાળી પ્રસંગે કોન્ફરન્સ રૂમમાં કંપની કર્મી નગીન પરમાર અને અન્ય એક સાથી કર્મી મહિલાને દિવાળી નિમિત્તે કંપનીની ગિફ્ટ અને મીઠાઈની બાબતે તકરાર થઈ હતી. પરિણામે યુવકે મહિલાનો હાથ પકડીને મચકોડી જાંગના ભાગે હાથ ફેરવ્યો હતો. ત્યારબાદ કહ્યું હતું કે તું મને બહાર મળ હું તને બતાવું છું તું અહીંયા કેવી રીતે નોકરી કરે છે એ હું જોઈ લઉં છું તને જીવતી નહીં છોડું અગાઉ પણ અન્ય કંપની કર્મચારી પ્રવેશ પ્રજાપતિને એટ્રોસિટીના કેસમાં ફસાવ્યો છે પણ હું તને એટ્રોસિટીના કેસમાં ફસાવી દઈશ તેમ કહીને અશ્લીલ ગાળો બાંધી હતી. જોકે દિવાળીના તહેવારો પ્રસંગે કંપનીનું નામ ખરાબ ન થાય એવા ઇરાદે ફરિયાદ આપી ન હતી. અંતે મહિલાએ ડભોઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.