પત્નીને ફાંસો આપી હત્યા કરનાર પતિને કેનેડા જવું હતું,રિકન્સ્ટ્રક્શન દરમિયાન રૃમમાંથી કેબલ મળી આવ્યો
વડોદરાઃ સમા વિસ્તારમાં પત્નીની હત્યા કરનાર શંકાશીલ સ્વભાવના પતિને રિમાન્ડ પર લઇ પોલીસે ઘટના સ્થળે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
ન્યુ સમારોડની ડિફેન્સ કોલોની-૨ ખાતે રહેતા સિનિયર સિટિઝન શ્રીધર પૂજારીની પુત્રી પૂર્ણિમાનું મૃત્યુ થતાં પોસ્ટમોર્ટમ દરમિયાન તેને ગળાના ભાગે નિશાન દેખાયા હતા અને તેને ટૂંપો દેવાયો હોવાનું ખૂલ્યું હતું.જેથી પૂર્ણિમાના પિતાએ ઘરજમાઇએ હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. મંજીતસિંગ શંકાશીલ સ્વભાવનો હતો અને નોકરી કરવા જતી પૂર્ણિમા પર શંકા કરી મારઝૂડ કરતો હતો.
સમા પોલીસે ફરિયાદને પગલે બાળપણથી પૂર્ણિમા સાથે પરિચયમાં આવેલા અને પ્રેમલગ્ન ક રી પૂર્ણિમાને ત્યાંજ રહેતા ટ્રક ડ્રાઇવર મંજીતસિંગ ધિલ્લોની ધરપકડ કરી હતી.
સમાના ઇન્ચાર્જ પીઆઇ બીબી કોડિયાતરે કહ્યું હતું કે,રિમાન્ડ દરમિયાન આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.રૃમમાંથી ફાંસો આપવા માટે વાપરવામાં આવેલા કેબલ વાયર ને પણ કબજે લેવામાં આવ્યો છે.
બીજીતરફ પત્નીને મોતને ઘાટ ઉતારનાર મંજીતને કેનેડા જવાની ઇચ્છા હોવાની પણ વિગતો જાણવા મળી છે.