કેનેડા જવા માટે રૃપિયા માંગીને પતિ દ્વારા પત્નીને ટોર્ચર કરવામાં આવતું
ઢોરની જેમ પત્નીને મારતા યુવાન સામે ગુનો દાખલ કરાયો
ગર્ભાવસ્થા દરમિયાન જ માર મારતા મિસકેરેજ પણ થઈ ગયું ઃ મહિલા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવતો અને કેનેડા જવા માટે રૃપિયા માગીને ટોર્ચર કરવામાં આવતી એટલું જ નહીં ગર્ભાવસ્થા દરમિયાન જ માર મારવામાં આવતા તેણીને મિસકેરેજ પણ થઈ ગયું હતું. આખરે આ મામલે હાલ પત્નીની ફરિયાદના આધારે મહિલા પોલીસ કરીને વધુ તપાસ શરૃ કરી છે. છેલ્લા થોડા સમયથી સમાજમાં પરણીતાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ વધી છે ત્યારે આ વખતે કુડાસણમાં રહેતી યુવતી પતિના અત્યાચારનો ભોગ બની છે તેણીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેના લગ્ન વર્ષ ૨૦૦૯માં મૂળ પાટડીના અને હાલમાં સરગાસણમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન જીવનથી એક દીકરીનો જન્મ થયો હતો. જ્યારે લગ્નના એક જ વર્ષમં પતિએ મારઝુડ શરૃ કરી હતી. પત્ની ગર્ભવતી બનતા તેને મારવામાં આવતા મીસકેરેજ થઇ ગયુ હતુ, છતા સંસાર ટકાવી રાખવા મુંગા મોઢે સહન કરતી હતી. લગ્ન બાદ અમદાવાદથી વાવોલ રહેવા આવી ગયા હતા. પતિ નાની નાની બાબતોમાં મેણા ટોણા મારતો હતો. એટલું જ નહીં કેનેડા જવા માટે તેની પાસે રૃપિયા માંગીને ટોર્ચર કરતો હતો. ઘર ચલાવવા માટે પત્નીને પણ રૃપિયા આપતો નહીં અને તે રૃપિયા માંગે તો તું તો ઘરની લક્ષ્મી છે તારે રૃપિયાની જરૃર ના હોય તેમ કહી દેતો હતો. એટલું જ નહીં આ પરણીતાએ ઘર ચલાવવા માટે નોકરી શરૃ કરતા તેની ઉપર શંકા કરવામાં આવતી હતી . જ્યારે પાંચ મહિના પહેલા પત્ની નોકરી જતા તેને રસ્તામાં હેરાન કરવામાં આવતી હતી. નોકરીના સ્થળેથી બહાર બોલાવી પત્નીના નામે રહેલા ફ્લેટના બળજબરી સહિઓ કરાવવા મારઝુડ કરી હતી. ઢસેડીને કારમાં બેસાી મારતા મારતા પિતાના ઘરે મુકવા આવ્યો હતો અને તે સમયે પરિણીતાને અન્ય પડોશીઓ દ્વારા મારમાંથી બચાવવામાં આવી હતી. જેથી પત્નીએ મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.