લાઠીમાં પતિ રમ્યો લોહીની હોળી, ચારિત્ર પર શંકા રાખી પત્નીની કરી હત્યા
Amreli News : ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં અકસ્માત, મારામારી સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં અમરેલીના લાઠીમાં 26 વર્ષીય પત્નીને તેના પતિએ મોતની ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. પત્નીના અન્ય પુરુષ સાથે સબંધ હોવાની શંકાને લઈને પતિએ પત્નીને ગળા અને પેટના ભાગે છરીના ઘા ઝીંકીને મોત નીપજાવ્યું હતું. સમગ્ર ઘટના મામલે લાઠી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
આ પણ વાંચો: રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણ ડિલિવરી બોયના મોત
મળતી માહિતી મુજબ, અમરેલીના લાઠી શહેરમાં કેરિયા રોડ પરના ખોડિયાર નગર ખાતે રેહાના નામની યુવતીને તેના પતિએ જ મોતને ઘાટ ઉતારી હતી. પત્નીના ચારિત્ય પર શંકામાં પતિએ તીક્ષ્ણ હથિયાર વડે કૃરતાથી પત્નીની હત્યા નીપજાવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં અમરેલીના DYSP અને લાઠી પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. ઘટનાને લઈને પોલીસે આરોપી ગુલાબ કરીમ શમા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.