Get The App

વડોદરાના માંજલપુરમાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો, ચોંકાવનારું કારણ આવ્યું સામે

Updated: Feb 2nd, 2025


Google News
Google News
વડોદરાના માંજલપુરમાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો, ચોંકાવનારું કારણ આવ્યું સામે 1 - image


Vadodara News : વડોદરાના માંજલપુરમાં મિલકત મામલે એરફોર્સના નિવૃત અધિકારીએ પત્ની પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.

એરફોર્સના નિવૃત અધિકારીએ પત્ની પર કર્યું ફાયરિંગ

મળતી માહિતી મુજબ, વડોદરાના માંજલપુરમાં આવેલા શ્રીજી ટેનામેન્ટમાં રહેતા એરફોર્સના નિવૃત અધિકારી હરીન્દર શર્મા અને તેમના પત્ની નિલમ વચ્ચે પ્રોપર્ટી બાબતે બબાલ થઈ હતી. આ દરમિયાન ઉગ્ર બનેલા શર્માએ પત્ની પર ફાયરિંગ કર્યું હતું. જેમાં  નિલમને કમરના ભાગે ગોળી વાગી હતી. જ્યારે પતિ-પત્નીના ઝઘડામાં ઘરકામ કરતો યુવક વચ્ચે પડ્યો તો એને પણ ઈજા પહોંચી હતી. 

આ પણ વાંચો: દાહોદમાં મહિલાએ પ્રેમી સાથે મળી બીજા પ્રેમીની કરી હત્યા, પ્રણય ત્રિકોણમાં ખેલાયો ખૂની ખેલ

ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે, આ પછી સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે દોડી આવીને નિવૃત એરફોર્સ અધિકારીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.

Tags :
Vadodara

Google News
Google News