Get The App

જેતપુરમાં ધોકાનો ઘા ઝીંકીને પતિએ પત્નીનું ઢીમ ઢાળ્યું

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
જેતપુરમાં ધોકાનો ઘા ઝીંકીને પતિએ પત્નીનું ઢીમ ઢાળ્યું 1 - image


બળદેવધાર વિસ્તારમાં ગૃહકંકાશનો કરૃણ અંજામ

બાળકોને માર મારવા બાબતે પતિએ પત્નીને ઠપકો આપતા થયેલી બોલાચાલી આખરે હત્યા સુધી પહોંચીબે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

જેતપુર :  જેતપુરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાસના કારણે પતિએ ધોકા ફટકારી પત્નીની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. હત્યા કરનાર પતિ સામેથી જ પોલીસ શરણે થયો હતો. માતાની હત્યાથી બે સંતાન નોંધારા બન્યા છે.

મળતી વિગતો મુજબ જેતપુરના બળદેવધાર વિસ્તારમાં રહેતા ફિરોજ મામદને તેની પત્ની સબનમ સાથે અવારનવાર નાની નાની બાબતોમાં ઘરકંકાસ થતો હતો. ગઈકાલે રાત્રે બાળકોને માર મારવા બાબતે સબનમને પતિએ ઠપકો આપ્યો હતો. જેથી વચ્ચે ઝઘડો થયા બાદ બન્ને સુઈ ગયા હતાં. મોડી રાતના નિંદ્રાધીન સબનમ ઉપર પતિ ફિરોઝે ધોકાથી હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફિરોઝ સામેથી જ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો.

બનાવ અંગેની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઈ મયંકસિંહ ઠાકોર સહિતનો સ્ટાફ બળદેવધાર વિસ્તારમાં ફિરોઝના ઘરે દોડી ગયો હતો. જ્યાં સબનમના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે પત્ની સબનમની હત્યા કરનાર પતિ ફિરોજની ધરપકડ કરી હતી. દંપતી વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવતા સબનમની હત્યા થઈ હોય જેથી તેના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.


Google NewsGoogle News