Get The App

દિવાળી પહેલાં સુરત પાલિકાના ક્લાસ-4 ના કર્મચારીઓનું હલ્લાબોલ : 20થી વધુની અટકાયત

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
દિવાળી પહેલાં સુરત પાલિકાના ક્લાસ-4 ના કર્મચારીઓનું હલ્લાબોલ : 20થી વધુની અટકાયત 1 - image


Surat Corporation : સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ આજે ચોથા વર્ગના કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે હલ્લાબોલ મચાવીને બે દિવસની ભૂખ હડતાળ જાહેર કરી હતી. પાલિકા કેમ્પસમાં કર્મચારીઓએ આક્રમક વિરોધ પ્રદર્શન કરતા પાલિકાના સિક્યોરિટી અને પોલીસ એક્શનમાં આવી હતી. કર્મચારીઓ સ્વૈચ્છિક રાજીનામા અને અન્ય માંગણીઓને લઈને ઉગ્ર આંદોલન કરી રહ્યાં છે. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા 20 જેટલા કર્મચારીઓની અટકાયત કરી હતી. 

દિવાળી પહેલાં સુરત પાલિકાના ક્લાસ-4 ના કર્મચારીઓનું હલ્લાબોલ : 20થી વધુની અટકાયત 2 - image

સુરત પાલિકાના એક કર્મચારી મંડળ દ્વારા પાલિકામાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ માં છેલ્લા કેટલાક સમયથી વિવિધ પડતર માંગણીઓને મુદ્દે વિરોધ કરવામા આવી રહ્યો છે. આજે યુનિયનના હોદ્દેદારો અને કર્મચારીઓ દ્વારા મુઘલસરાઈની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ દ્વારા  જૂની પેન્શન યોજનાનો અમલ કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વૈચ્છિક રાજીનામા અંગેની પણ માંગણી સાથે બે દિવસની ભુખ હડતાળ જાહેર કરી છે. જોકે, પાલિકા કેમ્પસમાં જ કર્મચારીઓ બેસી જતાં પાલિકાના સિક્યોરિટી વિભાગ અને પોલીસ હરકતમાં આવ્યા હતા. 

દિવાળી પહેલાં સુરત પાલિકાના ક્લાસ-4 ના કર્મચારીઓનું હલ્લાબોલ : 20થી વધુની અટકાયત 3 - image

વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓએ વધુ આક્રમક વિરોધ કર્યો હતો. જેના પગલે પાલિકાએ પોલીસની મદદ લીધી અને પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા 20 થી વધુ કર્મચારીઓ અટકાયત કરી હતી.


Google NewsGoogle News