Get The App

બગસરામાં 5 માસના લહેણાં પગાર માટે સફાઈ કર્મીઓનો હલ્લાબોલ

Updated: May 13th, 2024


Google NewsGoogle News

જયભીમ, નગરપાલિકા હાય.. હાયના નારાઓ બોલાવ્યા,પોલીસ દોડી આવી : પાલિકા મહિલા પ્રખુખના પતિએ પ્રમુખની હેસિયતથી બે માસનો પગાર 5 દિવસમાં ચૂકવી આપવાની ખાત્રી ઉચ્ચારી

બગસરા :  બગસરા પાલિકા દ્વારા સફાઈ કામદારોને પાંચ પાંચ માસથી પગાર ન ચૂકવાતા આખરે ધીરજ ગુમાવેલા કર્મચારીઓએ પાલિકા કચેરી નો ઘેરાવ કરી જય ભીમ,પાલિકા હાય હાય ના નારા પોકાર્યા હતા.પાલિકા ખાતે સફાઈ કર્મચારીઓના ટોળા ઉમટી પડતાં પોલીસ ટૂકડીઓ પાલિકાએ પહોંચી ગઈ હતી જેમાં મહિલા પોલીસ પણ સામેલ હતી. 

નગરપાલિકામાં સફાઈ કામદારોનો પાંચ માસથી પગાર ચડત થઈ ગયો હોવાથી  ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આકરૂં ે વ્યાજે ચૂકવીને નાણાં લેવાની ફરજ પડે છે. ેકામદારોના બાળકો ને ભણાવવા પણ અને ફી ભરવા પણ રૂપિયા નથી જ્યારે આવા લોકો ને ભયંકર મુસીબત નો સામનો કરવો પડી રહેલ છે વેપારી ઓ પણ હવે આ લોકો ને ઉધાર આપવા ની ઘસીને નાપાડી દીધી છે. વીજ બિલ પણ વ્યાજે નાણાં લઈ ને ભરવું પડે છે  આથી  કંટાળીને રોષે ભરાઈને પાલિકા કચેરી નો ઘેરાવ કરેલ હતો .અહી પાલિકાનો બધો 'વહીવટ'મહિલા પ્રમુખના પતિ ચલાવે છે. અને બધા નિર્ણયો તે લે છે. ત્યારે પાલિકા પ્રમુખ પ્રતિનિધિ તરીકે તે  પાલિકા કચેરીએ  દોડી આવી ે સમાધાન માટે ચર્ચા કરવામાં આવી હતી !આ ચર્ચામાંે કહેવામાં આવ્યું કે પગારની બે મહિનાની ગ્રાન્ટ આવી ગયેલ છે .ચાર પાંચ દિવસ માં  બે મહિનાનો પગાર થઈ જશે .ત્યારે કામદારાએ ઉગ્ર રજૂઆત કરી હતી કે બે મહિના નો પગાર નહિ ચલાવી લેવામાં આવે .આ પગારથી બાકી લેણા જ ચૂકવાશે . તમામ પગાર જો ચૂકવવામાં નહી આવે ેતો અમો કાલથી હડતાળ ઉપર ઉતરી જશું .જ્યારે અમુક કામદારો દ્વારા આત્મવિલોપન કરવાની પણ ચીમકી આપી હતી. ત્યારે પાલિકા પ્રમુખ પ્રતિનિધિ દ્વારા બે મહિના ની ગ્રાન્ટ આવી છે છતાં અમો ત્રણ મહિનાનો પગાર આપવા પ્રયાસો કરીશું એવું આશ્વાસન આપ્યું હતું.પરંતુ પાલિકા બે મહિના ની ગ્રાન્ટ આવવા છતાં ત્રણ મહિના નો પગાર ક્યાંથી ચૂકવશે આવા વેધક સવાલો ઉઠી રહેલ છે.

પાલિકા પ્રમુખના પતિના કહેવા મુજબ પાલિકા પાસે ભંડોળ નથી  એવી  જૂની ઘસાઈ ગયેલી રેકર્ડ વગાડી હતી .પરંતુ સફાઈ કામદારો દ્વારા કહેવામાં આવ્યું કે જો પાલિકા પાસે ભંડોળ નથી તો પાલિકા ના ઉદ્ધાટનમાં  રૂા. 27000 ના તો ફક્ત ફુગ્ગા ફોડવામાં આવ્યા હતા. જ્યારે પાલિકા દ્વારા આગલી ગ્રાન્ટ આવેલી હતી એ ગ્રાન્ટ સ્ટ્રીટ લાઇટ માં વાપરી નાખેલી હોવાના પણ આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા 



Google NewsGoogle News