સુમુલની બાજીપુરાની દાણ ફેકટરીમાં પાંચ વર્ષમાં રૃા.50 કરોડની જંગી ખોટ

સ્પેશીયલ ઓડિટર મિલ્કના રિપોર્ટમાં ઘટસ્ફોટ

Updated: Mar 14th, 2022


Google NewsGoogle News


સુમુલની બાજીપુરાની દાણ ફેકટરીમાં પાંચ વર્ષમાં રૃા.50 કરોડની જંગી ખોટ 1 - image

- સને-2019-20માં સૌથીવધુ રૃા.29.11 કરોડની ખોટ : રિપોર્ટમાં દાણ યુનિટ નફો કરતો થાય તે માટે સૂચન કરાયું

    સુરત

સુમુલ દ્વારા બાજીપુરામાં શરૃ થયેલી દાણ ફેકટરીમાં છેલ્લા પાંચ વર્ષમાં અધધધ રૃા.૫૦ કરોડથી વધુ ખોટ થઇ હોવાના સ્પેશિયલ ઓડીટર મિલ્કના રિપોર્ટમાં ઘટસ્ફોટ થતા સહકા૨ ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓડીટ રિપોર્ટમાં વહીવટી ખામીઓ કાઢી બાજીપુરા યુનિટ નફો કરતુ થાય તેવા પગલા લેવા નિર્દેશ કરાયા છે.

સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ (સુમુલ) દ્વારા તાપી જિલ્લાના બાજીપુરા ખાતે દાણ ફેકટરી આવી છે. અંહિયાથી સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને ખોરાક પહોંચાડાય છે. ફેકટરીનું 2015 માં કામ શરૃ કરાયા બાદ આજ સુધી ખોટ કરી રહી હોવાનો રિપોર્ટ આવ્યો છે. આ અંગે સ્પેશિયલ ઓડીટર મિલ્ક પાસે સુમુલના છેલ્લા પાંચ વર્ષના ઓડીટ રિપોર્ટ મંગાયા હતા. રિપોર્ટ મુજબ દાણ ફેકટરીમાંથી સને 2016-17 થી લઇને 2020-21 સુધીના પાંચ વર્ષમાં અધધધ રૃા. 50 કરોડથી વધુની ખોટ થઇ છે.

2016-17 વર્ષમાં રૃા.4.04 કરોડની ચોખ્ખી ખોટ ગઇ ત્યારે સુમુલ દાણ ફેકટરીમાં રો- મટીરીયલ્સના ભાવોમાં લક્ષમાં લઇ તૈયાર માલના ભાવની સમીક્ષા કરી આગામી વર્ષમાં સદર યુનિટ નફામાં કાર્યવંત થાય તેવુ આયોજન કરવા સુચન આપ્યુ હતુ. જો કે 2019-20 ના વર્ષમાં સૌથી વધુ 29.11 કરોડની દાણ ફેકટરીમાં ખોટ ગઇ હતી. ઓડીટ રિપોર્ટમાં હિસાબમાં ખામીઓ નથી પરંતુ વહીવટી ખામીઓ અને સુચનો કરાયા છે.

આ ઉપરાંત 31-3-21 માં બાયો પ્રોડકટ ગ્રાહક બેકરી ગ્રાહક સુમુલ ગ્રાહક ખાતેની બાકીઓની નિયમિત વસુલાત મેળવી લેવી તથા જુની બાકી અંગે કાયદેસરની કાર્યવાહી કરી વસુલાત મેળવી લેવા સુચન કર્યુ હતુ. આ ઉપરાંત દૂધ મંડળી, દૂધ એડવાન્સ, થાપણો, ડિવિડન્ડ રિર્ઝવ ફંડ સહિતની બાબતો અંગે પણ સુચન કરાયુ હતુ.

 વર્ષ   ખોટ( રૃા. કરોડ )

2016-17    04.04

2018-19    16.49

2019-20    29.11

2020-21    02.39

 

દાણ ફેકટરીમાં થયેલ ખોટ અંગે કરાયેલા સુચનો

- રો- મટીરીયલ્સના ભાવમાં લક્ષમાં લઇ તૈયાર માલના ભાવની સમીક્ષા કરી સદર યુનિટ આવતા વર્ષે નફામાં કરવા આયોજન

- નવા દાણ પ્લાન્ટમાં  ખોટ રોકાણના નિયમોનુસાર ઘસારા અને જોગવાઇઓને લીધે આવેલ છે.

- ઓપરેટીગ ખોટ ઘટે તે માટે જરૃરી પગલાં લેવાનું આયોજન 


Google NewsGoogle News