Get The App

કાલાવડ માર્કેટીંગ યાર્ડના કપાસના ગોડાઉનમાં અકસ્માતે આગ લાગતાં ભારે દોડધામ

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
કાલાવડ માર્કેટીંગ યાર્ડના કપાસના ગોડાઉનમાં અકસ્માતે આગ લાગતાં ભારે દોડધામ 1 - image


Fire in Marketing Yard Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં ગોદામમાં રાખવામાં આવેલા કપાસના જથ્થામાં ગઈકાલે સાંજે 7.30 વાગ્યાના રસામાં કોઈપણ કારણસર આગ લાગી હતી, અને કપાસનો જથ્થો સળગવા લાગ્યો હતો, જેથી આગની જવાળાઓ અને ધુમાડા ગોદામની બહાર દેખાવા લાગ્યા હતા. જે બનાવને લઈને ભારે દોડધામ થઈ હતી.

 આગના આ બનાવ અંગે કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરાતાં કાલાવડની ફાયર બ્રિગેડ શાખાના અધિકારી અને તેઓની ટીમે તૂરત જ ઘટના સ્થળે દોડી જઇ પાણીના બે ટેન્કરો વડે મારો ચલાવ્યો હતો, અને સતત એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી. આગનું ચોક્કસ કારણ અને નુકસાનીનો અંદાજ જાણી શકાયો નથી.


Google NewsGoogle News