Get The App

ચૈત્રી આઠમ નિમિત્તે વડોદરાના માઇ મંદિરોમાં ભક્તજનો ભારે ભીડ : ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત ભંડારાનું આયોજન

Updated: Apr 5th, 2025

GS TEAM


Google News
Google News
ચૈત્રી આઠમ નિમિત્તે વડોદરાના માઇ મંદિરોમાં ભક્તજનો ભારે ભીડ : ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત ભંડારાનું આયોજન 1 - image

image : Social media

Vadodara : ચૈત્રી આઠમના દિવસે આજે વિવિધ માઇ મંદિરોમાં ભક્તજનોનો ભારે ઘસારો રહ્યો હતો. નવા બજાર ખાતે આવેલ તુલજા ભવાની અને ઘડીયાળી પોળના અંબા માતા મંદિરે વહેલી સવારથી માતાજીના દર્શનાર્થે ભક્તજનોની તથા લાગી હતી. ક્યારે શહેરના અન્ય કેટલાક વિસ્તારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

પવિત્ર ચૈત્ર માસની આજે આઠમના દિવસે શહેરના વિવિધ માઈ મંદિરો ભક્તજનોથી ઉભરાઈ રહ્યા હતા. ચૈત્રી આઠમ નિમિત્તે શહેરના વિવિધ માઇ મંદિરો પૈકી નવા બજાર ખાતે આવેલ અતિ પ્રાચીન તુલજા ભવાની માતાજીનું મંદિરે અને ઘડીયાળી પોળ ખાતેના અંબા માતાના મંદિરે ભક્તજનોએ માતાજીને ભક્તિ આરાધના કરી કરી હતી. જોકે આ ઉપરાંત શહેરના વિવિધ માઈ મંદિરોએ માઇ ભક્તો દ્વારા ચૈત્રી આઠમ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સહિત ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક મંદિરો ખાતે મહા ભંડારાનું પણ રાત્રે આયોજન કરાયું છે.

Tags :