Get The App

જામનગરમાં ચાની હોટલમાં મફત ચા પીવા માટે આવેલા 4 થી 5 લુખ્ખા તત્વોનો હંગામો : હથિયાર વડે હુમલો કરાતાં ભારે અફડાતફડી

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
જામનગરમાં ચાની હોટલમાં મફત ચા પીવા માટે આવેલા 4 થી 5 લુખ્ખા તત્વોનો હંગામો : હથિયાર વડે હુમલો કરાતાં ભારે અફડાતફડી 1 - image


Jamnagar Crime : જામનગરમાં ખંભાળિયા નાકા બહાર આવેલી શક્તિ હોટલમાં રાત્રિના 10.00 વાગ્યાના અરસામાં મફત ચા પીવા આવેલા ચારથી પાંચ શખ્સોના ટોળાએ હંગામો મચાવ્યો હતો અને હોટલમાં તોડફોડ કરી હતી. તેમજ ભરવાડ બંધુઓ પર મુઠ સહિતના હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે.

આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખંભાળિયા નાકા બહાર આવેલી શકતિ ચાની હોટલ કે જ્યાં ગઈકાલે રાત્રિના 10.00 વાગ્યાના અરસામાં હોટલ સંચાલક બીજલભાઇ ભરવાડ તથા તેનો ભાઈ સાગરભાઇ ભરવાડ કે જેઓ હોટલમાં ચાનું વેચાણ કરી રહ્યા હતા, જે દરમિયાન ચારથી પાંચ શખ્સો ચા પાણી પીવાના બહાને આવ્યા હતા.

તેઓએ ચા પીધા બાદ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો, અને હોટલમાં હંગામા મચાવી દીધો હતો. અને તકરાર કરીને હોટલમાં રાખવામાં આવેલી ચાની પ્યાલીઓ પ્લાસ્ટિકના કેરેટ સહિતનો માલ સામાન વેરણ છેરણ કરી નાખ્યો હતો અને હાથમાં પહેરેલી મૂઠ સહિતના હથિયાર વડે હોટલ સંચાલક બંધુઓ બીજલ ભરવાડને સાગર ભરવાડ પર હીચકારો હુમલો કરી દીધો હતો.

જેથી બંને ઈજાગ્રસ્ત બંધુઓને રાત્રિના સમયે સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં તાત્કાલિક અસરથી બંનેની પ્રાથમિક સારવાર કરી દેવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર મામલામાં અજ્ઞાત શખ્સો સામે હુમલા અંગેની ફરિયાદ નોંધવા તજવિજ હાથ ધરી છે.


Google NewsGoogle News