Get The App

પ્રાઇવેટ કંપનીની HR હેડનું ગઠીયાએ બનાવ્યું ફેસબુક પર ફેક એકાઉન્ટ, મોબાઈલ નંબર પણ મુકતા અજાણ્યા ફોનથી મહિલા પરેશાન

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
પ્રાઇવેટ કંપનીની HR હેડનું ગઠીયાએ બનાવ્યું ફેસબુક પર ફેક એકાઉન્ટ, મોબાઈલ નંબર પણ મુકતા અજાણ્યા ફોનથી મહિલા પરેશાન 1 - image


Fake Facebook Account : વડોદરાની ઔદ્યોગિક વસાહતમાં પ્રાઇવેટ કંપનીમાં ફરજ બજાવતી એચ.આર હેડને પરેશાન કરવા માટે કોઈ ભેજાબાજે હેક એકાઉન્ટ બનાવી વિકૃત પોસ્ટ મુકતાં પરેશાન થઈ ગયેલી મહિલાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.

એચ.આર હેડ તરીકે ફરજ બજાવતી મહિલાના ફોટાનો ઉપયોગ કરી તેના નામનું ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવનાર ગઠીયાએ પ્રોફાઈલના કવર પેજ પર એક કર્મચારીનો પણ ફોટો મુક્યો હતો. 

મહિલા અધિકારીને હેરાન કરવાના આશયથી તેણે બીજું પણ એક એકાઉન્ટ બનાવ્યું હતું અને મારી સાથે એક નાઈટ ગુજારવાના રૂ.200... તેવી પોસ્ટ મૂકી મોબાઈલ નંબર પણ મૂક્યો હતો. 

મહિલાને અશ્લીલ માંગણીઓ કરતા ફોન આવવા માંડતા તે ચોકી હતી. એક કર્મચારીએ પણ તેમના ફેક એકાઉન્ટની જાણ કરતાં મહિલાએ સાયબર સેલની મદદ લીધી હતી. સાયબર સેલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News