ટિકિટ કેન્સલ કરાવવા પર કેટલો પરત મળશે ટેકસ ? મુસાફરો માટે જાણવા જેવો નિયમ
રેલ્વે ટિકિટ બુક કરાવતી વખતે પણ જીએસટી ભરવું પડે છે, જો તમે ટિકિટ કેન્સલ કરવો છો તો તેની કીમત અને જીએસટીની રકમ સરકાર પરત કરે છે પણ કેન્સલેશન ચાર્જ ચૂકવવો પડતો હોય છે.
ભારતની કરોડરજ્જુ ગણાતી ભારતીય રેલ્વે મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. મુસાફરો પોતાની સુવિધા પ્રમાણે ટિકિટ બુક કરાવી શકે છે તો તત્કાલ કેન્સલ પણ કરાવી શકે છે. ટિકિટ બૂક કરાવતી વખતે GST પણ ભરવો પડે છે. જયારે ટિકિટ કેન્સલ કરાવામાં આવે ત્યારે GST લેવામાં આવે છે તેવી રીતે જ ટિકિટ કેન્સલેશનના સમયે પણ મુસાફરોને કેન્સલેશન ચાર્જ ચૂકવવો પડતો હોય છે.
ટિકિટના કેન્સલેશનને લઈને મુસાફરોમાં રહેલ ગેરસમજને દુર કરવા માટે ઓગસ્ટ ૨૦૨૨માં ભારતીય રેલ્વેએ સ્પષ્ટીકરણ આપ્યું હતું કે, ભારતીય રેલના નિયમો પ્રમાણે ટિકિટ નોધાવતી વખતે લીધેલ GST ચાર્જ લેવામાં આવે છે તે કેન્સલેશન વખતે પરત કરી દેવામાં આવે છે. રેલ મંત્રાલયે જણાવ્યું હતું કે બુકિંગ કરતી વખતે લીધેલ GST ભાડા સાથે પરત કરવામાં આવે છે. રેલ્વે ટિકિટ કેન્સલ કરતી વખતે કેન્સલેશન ચાર્જ પર પણ GST વસુલ કરે છે. રેલવેના જણાવ્યા મુજબ, આ GST નાણા મંત્રાલયના નિર્દેશ મુજબ લેવામાં આવે છે. આ GST માત્ર એસી અને ફર્સ્ટ ક્લાસ ટિકિટના કેન્સલેશન પર જ વસુલવામાં આવે છે જેનો દર 5% છે.
ટિકિટ મુજબ કેન્સલેશન ચાર્જ
દરેક ટિકિટના કેન્સલેશન ઉપર રેલ્વે અમુક કેન્સલેશન ચાર્જ લે છે, જે રેલવેના રીફંડ નિયમોના અનુસાર લાગુ પડે છે. આ નિયમો પ્રમાણે ટ્રેન રવાના થવાની 48 કલાક પહેલા કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવામાં આવે તો એસી ફર્સ્ટ ક્લાસ માટે રૂપિયા 240, એસી 2 ટીયર માટે 200 રૂપિયા, એસી 3 ટીયર અને ચેર કાર માટે રૂપિયા 180, સ્લીપર ક્લાસ માટે 120 અને સેકેંડ ક્લાસ માટે 60 રૂપિયા વસુલવામાં આવે છે. ટ્રેનના રવાના થવાના ૧૨ કલાક પહેલા જો ટિકિટ કેન્સલ કરવામાં આવે તો ટિકિટના ભાડાના 25% લેખે કેન્સલેશન ચાર્જિસ લેવામાં આવે છે. અને ટ્રેન છૂટવાના ૪ કલાકની અંદર ટિકિટ કેન્સલ કરવામાં આવે તો ટિકિટના 50% કેન્સલેશન ચાર્જ લેવામાં આવે છે.