Get The App

શિક્ષણક્ષેત્રે 4 દાયકાથી સાધના કરનારા નારીરત્નોનાં બહુમાન

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
શિક્ષણક્ષેત્રે 4 દાયકાથી સાધના કરનારા નારીરત્નોનાં બહુમાન 1 - image


મહિલા ઉત્થાનનું શ્રેષ્ઠ માધ્યમ છે શિક્ષણ, દીકરીઓ નેતૃત્વનાં ગુણો વિકસાવે : સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર ડો. હંસાબેન હિંડોચા, વિદૂષી ડો. ઉષાબેન પટેલ, પ્રજ્ઞાાચક્ષુ બહેનોના પથદર્શક જયાબેન, શિક્ષણને સમર્પિત ઉર્મિલાબેન દેસાઈ અને વીણાબેન પાંધીનું સન્માન

રાજકોટ, : 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિન રાજકોટમાં હજારો વિદ્યાર્થિનીઓનાં જીવનને ઉજાવનારા નારીરત્નોનું આજે વિવેકાનંદ યુથ કલબ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે સમર્પિત  આ વી.ડી. પારેખ અંધ મહિલા વિકાસગૃહનાં જયાબેન ઠકરાર, વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત કડવીબાઈ કન્યા વિદ્યાલયનાં ઉર્મિલાબેન દેસાઈ, સંસ્કૃતમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રપતિનાં હસ્તે એવોર્ડ મેળવનારા સૌરાષ્ટ્ર યુનિ.નાં સંસ્કૃત ભવનનાં ભૂતપુર્વ અધ્યક્ષ ડો. હંસાબેન હિંડોચા, વીરબાઈમા મહિલા કોલેજનાં ભુતપૂર્વ અધ્યાપક અને સૌરાષ્ટ્રમાંથી સૌ પ્રથમ વખત લાયબ્રેરી સાયન્સનાં અભ્યાસ કરનાર વીણાબેન પાંધી તથા પુષ્પી માર્ગીય સંપ્રદાયમાં પીએચડી કરનાર શ્રી વલ્લભાચાર્ય સંપ્રદાયમાં વિદૂષી તરીકે જાણીતા ડો. ઉષાબેન પટેલનાં ઘેર જઈ ભગવાન દ્વારકાધીશનાં ખેસ સુતરની આંટી, શ્રીફળનો પડો, શ્રીમદ ભાગવતનું પુસ્તક,સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી તસવીર, અર્પણ કરીને તેઓની શિક્ષણક્ષેત્રની ચાર દાયકાની સાધનાને બિરદાવી હતી.

શિક્ષણ દ્વારા બહેનોનાં જીવનને ગૌરવવંતુ બનાવી શકાય સમાજમાં સંસ્કાર ઘડતરનું કામ બહેનો દ્વારા થયું છે. નવી પેઢીમાં સંસ્કાર સિંચનનું કામ સારી રીતે થઈ શકે તે માટે દિકરીઓને આધ્યાત્મિક શિક્ષણ આપવું જોઈે. આર્થિક રીતે પગભર અને આધ્યાત્મિક રીતે મજબુત દીકરીઓ જ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી શકશે તેવી લાગણી સાથે દિકરીઓમાં નેતૃત્વનાં ગુણો વિકસાવવાની હિમાયત કરવામાં આવી હતી.


Google NewsGoogle News