Get The App

સુરતના પથ્થરમારાની ઘટના બાદ ગૃહ મંત્રીએ કહ્યું- 'કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે'

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
Surat


Harsh Sanghavi On Surat Case : સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ સુરત શહેરમાં શાંતિ જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો.  આ ઘટના બાદ શહેરમાં અજંપાભર્યા માહોલ વચ્ચે રાજ્યના ગૃહ મંત્રીએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, 'કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. પથ્થરમારામાં કોઈને પણ છોડવામાં આવશે નહીં, પથ્થરમારો કરનારા કાયદા સાથે સમાજનો પણ ગુનેગાર છે. આ સાથે કોઈ નિર્દોષ ભોગ ન બને તે માટેનો પણ પોલીસ ખ્યાલ રાખી રહી છે.'

27 અસામાજિત તત્ત્વોને પોલીસે ઝડપી લીધા

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે (8 સપ્ટેમ્બર) રાત્રે ગણેશ મંડપ પર પથ્થરમારો કરીને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિત તત્ત્વો સામે તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોઈને છોડવામા આવશે નહીં તેવી વાત કરી હતી, ત્યારે સવાર સુધીમાં 27 અસામાજિત તત્ત્વોને પોલીસે ઝડપી લીધા હતા.

આ પણ વાંચો : સુરતમાં પણ બુલડૉઝરવાળી.. ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ તોફાનીઓ સામે કાર્યવાહી

પત્રકાર પરિષદમાં સંઘવીએ શું કહ્યું 

પત્રકાર પરિષદમાં સંઘવીએ કહ્યું હતું કે, 'સૈયદપુરામાં ગણેશ પાંદલમાં પથ્થરમારાના કેસમાં cctv-ડ્રોનની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો ઘરના દરવાજા બહાર લોક લગાવીને છુપાયા હતા તેને પોલીસે તાળા તોડીને પકડી પાડ્યા છે.’

ગૃહ મંત્રીએ સુરત પોલીસને સ્પષ્ટ સૂચન કર્યુ હતું કે પથ્થરમારો કરનારા કાયદાના ગુનેગાર નથી, સમાજના પણ ગુનેગાર છે. આ સાથે કોઈ નિર્દોષ ના પકડાય તેનું ધ્યાન રાખવાનું પણ તેમણે પોલીસને સૂચન કર્યું હતું.   

કેસમાં છ સગીર ઝડપાયા

હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં આવી કોઈ પણ પ્રકારની અશાંતિ સાંખી લેવામાં આવશે નહીં. આ ઘટનામાં કોઈ દયા કે લાગણી હોય શકે નહીં. આ કેસમાં જે છ સગીર ઝડપાયા છે, તેને લઈને તપાસ ચાલી રહી છે. જેમાં સગીરોને ઉશ્કેરવાનો પ્રયાસ કરનારા કોણ છે તે દિશામાં પણ તપાસ થઈ રહી છે. 

સુરતના પથ્થરમારાની ઘટના બાદ ગૃહ મંત્રીએ કહ્યું- 'કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે' 2 - image


Google NewsGoogle News