રાજસ્થાની બે સંતાનની માતા સાથે વિધર્મીની બિભત્સ હરકત: હાથ પકડીને કહ્યું તારા પતિ કરતા હું બહુ સારો દેખાવ છું એવું કહી છાતી ઉપર હાથ ફેરવ્યો
- કરિયાણાની દુકાનદાર મહિલા સવારે 6 વાગ્યે દૂધ લેવા બહાર નીકળી હતીઃ તું મારી સાથે કેમ બોલતી નથી એવું કહેતા વિરોધ કર્યો તો પતિ સાથે બંનેને મારી નાંખવાની ધમકી આપી
સુરત
રાંદેર રોડ તાડવાડી વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતા રાજસ્થાની પરિવારની બે સંતાનની માતાનો હાથ પકડી તારા પતિ કરતા હું બહુ સારો દેખાવું છું, તું મારી સાથે કેમ બોલતી નથી એમ કહી છાતી ઉપર હાથ ફેરવી બિભત્સ હરકત કરવા ઉપરાંત કોઇને કહેશે તો પતિ સહિત બંનેને મારી નાંખવાની ધમકી આપનાર વિધર્મી વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
રાંદેર રોડ તાડવાડી વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવાર કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. ગત રોજ રાજસ્થાની પરિવારની બે પુત્રની 40 વર્ષીય માતા ચિત્રા કંવર (નામ બદલ્યું છે) સવારે છ વાગ્યે પોતાની દુકાનમાં કામ કરી રહી હતી જયારે પતિ કામ અર્થે ઇચ્છાપોર ખાતે ગયો હતો. દરમિયાનમાં બે પુત્રની માતા ચિત્રા કંવર દુકાનની બહાર દૂધ લેવા નીકળી હતી ત્યારે ટલ્લી નામનો વ્યક્તિ અચાનક ઘસી આવ્યો હતો અને કહ્યું હતું કે તારો પતિ કયાં છે. પરંતુ ચિત્રાએ કોઇ જવાબ આપ્યો ન હતો અને દુકાનની સામે પાર્ક પોતાની મોપેડ સાફ કરી રહી હતી ત્યારે નદીમ ઉર્ફે ટલ્લી હનીફ શેખ (ઉ.વ. 27 રહે. નુરે ઇલાહી ટેનામેન્ટ, ટપાલ મંડપની પાછળ, ગોરાટ રોડ, રાંદેર) નામનો યુવાન ચિત્રા પાસે ઘસી ગયો હતો અને હાથ પકડીને કહ્યું હતું કે તારા પતિ કરતા હું બહુ સારો દેખાવું છું, તું મારી સાથે કેમ બોલતી નથી એમ કહી છાતી ઉપર હાથ ફેરવવા લાગ્યો હતો. જેથી ચિત્રા કંવરે બુમાબુમ કરતા ટલ્લી એકદમ ઉશકેરાય ગયો હતો અને તેણી સાથે ઝપાઝપી કરી બિભત્સ ગાળો આપી કોઇને પણ કહેશે તો તને અને તારા પતિને જીવતા નહીં છોડીશ એવી ધમકી આપી ભાગી ગયો હતો. ચિત્રા કંવરે આ અંગેની જાણ તેના પતિને કર્યા બાદ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.