હિટ એન્ડ રન : વડોદરાના વાઘોડિયા તાલુકામાં પૂરપાટ જતાં વાહને ટક્કર મારતાં યુવાનનું મોત
Vadodara Hit and Run : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખાંભા રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું.
વાઘોડિયા તાલુકાના રવાલ ગામે 20 વર્ષિય યુવક સંજય મકવાણા પોતાના પરિવાર સાથે રહેતો હતો. તે વાઘોડિયા કોઇ કામ અર્થે બાઇક પર આવ્યો હતો. અને તે કામ પતાવીને પરત ફરી રહ્યો હતો. દરમિયાન આરઆર કેબલ કંપનીના ગેટ પાસે અજાણ્યા વાહન દ્વારા તેને અડફેટે લેતા યુવક ફંગોળાયો હતો. ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું.