લાલપુર બાયપાસ ચોકડી પાસે હિટ એન્ડ રન : પતિની નજર સામે પત્નીનું મોત
અકસ્માતમાં જામનગરનું દંપતી ખંડિત
ટેન્કરે બાઈકને હડફેટે લેતાં પાછળ બેઠેલી મહિલા નીચે પટકાતાં માથે ટેન્કરનાં વ્હીલ ફરી વળ્યાં
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી રંજનબેન કાંતિલાલ
ભાઈ રાઠોડ નામની ૪૩ વર્ષની મહિલા આજે બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં પોતાના પતિ
કાંતિલાલભાઈ રાઠોડ ના બાઈક માં પાછળ બેસીને જઈ રહ્યા હતા. જે દંપત્તિ લાલપુર
બાયપાસ ચોકડી નજીકથી પસાર થઈ રહ્યું હતું,
જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કર ના ચાલકે બાઈકને હડફેટમાં
લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો,
અને બાઇક ફંગોળાઈ ગયું હતું.
જેમાં પાછળની
સીટમાં બેઠેલા રંજનબેન કે જેઓ નીચે પટકાઇ પડયા હતા, અને તેમના માથા પરથી ટેન્કર ના વ્હીલ ફરી વળતાં પોતાના
પતિને નજર સમક્ષ જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જેથી ભારે બિહામણા
દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માત બાદ
ટેન્કર ચાલક ભાગી છૂટયો હતો,
જયારે મૃતકના પતિ કાંતિલાલભાઈ રાઠોડ ને નાની મોટી ઈજા થઈ હોવાથી તેઓને
પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ
અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનના પી.આઇ. વી.એ. રાઠોડ અને તેમની ટીમ
ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગઈ હતી,
અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.