Get The App

વડોદરા પાસે બોલેરો-બાઇક વચ્ચેના અકસ્માતમાં પોલીસકર્મી સહિત 3ના મોત: લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા મિત્રો

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા પાસે બોલેરો-બાઇક વચ્ચેના અકસ્માતમાં પોલીસકર્મી સહિત 3ના મોત: લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા મિત્રો 1 - image


Accident Near Vadodara : રાજ્યમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વડોદરા નજીક એક બોલેરો પીકઅપે બાઇકને અડેફેટે લેતા 3 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં સુરેશ નેરસિંગ રાઠવા અનેહરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશ રાઠવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા નજીક આવેલા ડભોઇના ગોપાલપુરા પાસે બોલેરો અને બાઇક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્વાંટ ગામે લગ્નમાં હાજરી આપવા ગયેલા ત્રણ મિત્રોને પરત ફરતી વખતે બોલેરોએ ટક્કર મારી હતી. એકસ્માતમાં મોતને ભેટેલા મુકેશ રાઠવા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ તુરખેડા જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છે.જ્યારે મૃતક સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનલવા ગામના રહેવાસી છે અને તેમણે તાજેતરમાં પીએસઆઇની પરીક્ષા આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. 

આ અકસ્માતમાં બોલેરો ચાલકને પણ ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

Tags :